ફેનિલે નફ્ફટાઈ બતાવી, ગ્રીષ્મના હ’ત્યારા ફેનિલ ગોયાણીએ કોર્ટમાં નાલાયકપણું બતાવ્યું, જુઓ કહ્યું એવું કે પોલીસ અને ન્યાયાધીશ સહીત તમામ લોકો…

ફેનિલે નફ્ફટાઈ બતાવી, ગ્રીષ્મના હ’ત્યારા ફેનિલ ગોયાણીએ કોર્ટમાં નાલાયકપણું બતાવ્યું, જુઓ કહ્યું એવું કે પોલીસ અને ન્યાયાધીશ સહીત તમામ લોકો…

પાસોદરા(Pasodra) ગ્રીષ્મા મર્ડર કેસ(Grishma Murder Case)માં માત્ર 7 દિવસમાં 2500 પેજની ચાર્જશીટ દાખલ થઈ છે. ત્યારે હવે ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. આ બાબત સેશન ટ્રાઇબલ હોવાથી આજે (બુધવારે) કેસ નોંધીને સુરત કોર્ટ(Surat Court)માં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારે ફેનિલ સામે ચાર્જફ્રેમનો કેસ ચલાવીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. ત્યારબાદ આરોપી ફેનિલને લાજપોર જેલ(Lajpore Jail)માં લઈ જવામાં આવશે.

ગ્રીષ્મા મર્ડર કેસમાં હત્યારા ફેનિલે કોર્ટમાં ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટરૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું કે તેને ગુનો કબુલ નથી. કોર્ટે આરોપી ફેનિલને પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી દીધી હતી અને કહ્યું કે ગુનો કબુલ નથી. હત્યાના આરોપી ફેનિલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. આ મામલો હવે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જશે.

સુરતના પાસોદરા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ પંકજભાઈ ગોયાણી સામે સુરત પોલીસ વિભાગે માત્ર 7 દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આનાથી તટસ્થ તપાસ પ્રક્રિયાને વેગ મળ્યો છે. રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ આવા જઘન્ય કૃત્યના સંકીર્ણ માનસિકતાના આરોપીઓને તાત્કાલિક અને આકરી સજા આપીને એક ઉદાહરણ સ્થાપિત કરવા કટિબંધ છે.

ફેનીલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો જે પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરવી, ઓનલાઈન હથિયારો કેવી રીતે શોધી શકાય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી માટે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું. પોલીસને મળેલી ઓડિયો ક્લિપમાં ગ્રીષ્માની હત્યા કરતા પહેલા તેના મિત્ર સાથે ફોન પર વાત પણ કરી હતી.

ઓડિયો-ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલે પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.