ગ્રીષ્માના કેસના આરોપી ફેનિલ ગોયાણીને થોડાક જ દિવસમાં હવે સજા મળી શકે છે??

થોડાક સમયમાં સુરતના કામરેજ વિસ્તારમાં ગ્રીષ્મા નામની દીકરીનો જીવ ફેનિલ ગોયાણી નામના યુવકે લીધો હતો.તે ઘટનાથી રાજ્યના દરેક લોકો ખુબજ દુઃખી જોવા મળી રહ્યા હતા ત્યારે રાજ્યના દરેક લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરી રહ્યા હતા.
ત્યારે તે કેસ કોર્ટમાં રોજ ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા ચાર દિવસથી ૫૮ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે.આ ઘટનામાં લોકો નજર સામે જોનારા અને વિડિઓ ઉતારનાર અને ડોક્ટરની પણ જુબાની લેવામાં આવી હતી.
ત્યારે ફેનિલનો વકીલ ફેનિલને બચાવવા માટે કોર્ટમાં અપીલ કરી રહ્યા છે.આ કેસ ખુબજ ઝડપી ચાલી રહ્યો છે અને તે કેસનું એક અઠવાડિયામાં ચુકાદો આવી શકે છે.ફેનિલના વકીલએ પણ કહ્યું હતું કે તે ફેનિલને બચાવવા માટે પુરે પૂરો પ્રયાસ કરશે.
ત્યારે તેમના વકીલ દ્વારા CCTV અને ઓડિયો કલીપ પર એવી દલીલ કરી હતી કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેમ ઓપરેટ કરવું હોય તેમ થઈ શકે છે હાલ ના સમયમાં મોબાઈલમાં અને લેપટોપમાં બે ફોટા જોડે કરવા હોય તો પણ કરી શકાય છે.તેવી દલીલો કરીને વકીલ ફેનિલને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
થોડાક દિવસ પહેલા ચાલુ કોર્ટમાં ફેનિલની તબિયત લથડતા કઠેરામાં પડી ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો થોડાક કલાક સારવાર બાદ ફેનિલ સ્વસ્થ પણ થઈ ગયો હતો અને ડોક્ટરના કહેવા મુજબ ફેનિલના માનસિક ટેન્શનના કારણે બીમાર પડ્યો હતો વધારે મોટી કઈ બીમારી ન હતી.