બદનામીના ડરથી પરિવારે ફરિયાદ ન કરતા દીકરીને મળ્યું મો’ત, આ સભ્યોને થયો પસ્તાવો…

બદનામીના ડરથી પરિવારે ફરિયાદ ન કરતા દીકરીને મળ્યું મો’ત, આ સભ્યોને થયો પસ્તાવો…

સુરતના કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત કરતી બાબત એ છે કે, સેંકડો લોકો ઉભા હતા અને તમાશો જોઇ રહ્યા હતા પરતુ કોઇ યુવતીને બચાવવા માટે આગળ આવ્યું નહોતું. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો.

7 વાર આરોપી-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું: સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

હર્ષ સંઘવી એક્શનમાં: સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે. અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયાધારણા આપી છે.

હર્ષ સંઘવી એ એમ પણ કહ્યું હતું કે પોલીસ આરોપીઓને એ પ્રકારની સજા કરાવે કે દાખલો બની શકે.એવો ન્યાય મળશે કે બીજા કોઈ યુવક આવું કૃત્ય ન કરી શકે. આ કેસમાં એમ પણ જાણવા મળ્યું છે કે હત્યા કરનાર યુવક ઘણા સમયથી યુવતી ને પરેશાન કરતો હતો.યુવતી કે પરિવાર દ્વારા આ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ થઇ હતી કે નહી તે પણ તપાસ કરીશું. હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યની કોઇપણ દીકરીએ કોઈપણ વ્યક્તિ તેની પાછળ પડીને હેરાન કરતો હોય તો પોલીસનો સંપર્ક કરવો જરૂરી છે. આ ઉપરાંત ફરિયાદ કરનારની માહિતી પણ ગુપ્ત રહેશે તેવી પણ ખાતરી આપી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275