ગુજરાતથી લઇ મુંબઈ સુધી ફેલાયેલા સટ્ટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ આટલા બધા લોકોને વોન્ટેડ જાહેર કરાયા અને જાણો PCBની રેડમાં થયો મોટો ખુલાસો…

ગુજરાતથી લઇ મુંબઈ સુધી ફેલાયેલા સટ્ટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ આટલા બધા લોકોને વોન્ટેડ જાહેર કરાયા અને જાણો PCBની રેડમાં થયો મોટો ખુલાસો…

2022 ની IPL ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ શરૂ થતાંની સાથે જ સટ્ટોડિયાઓ એક્ટિવ થઇ જાય છે. ત્યારે વડોદરા PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)એ ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટાના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 7 કરોડની સુપર માસ્ટર આઇડીથી IPLની મેચો પર મુંબઇમાં રહીને સટ્ટો રમાડનાર સલમાન ગોલાવાલાના ઓપરેટરને અમદાવાદથી ઝડપી લીધો છે.

જેમાં વડોદરા અને સુરત અને મુંબઈના ગ્રાહકોના નામ પણ ખુલ્યા છે. PCBની ટીમે વડોદરના તરસાલી-વડદલા રોડ પર આવેલી એક રેસીડેન્સીમાં દરોડા પાડીને એક સટોડિયાને ઝડપી પાડ્યો છે. આરોપીની પુછપરછમાં વડોદરાના કુખ્યાત બુકી સલમાન ગોલાવાલાના માણસ કલ્પેશ પાસેથી સટ્ટો રમવા માટે આઈડી લીધું હોવાનું બહાર આવતાં પોલીસે તેને સંકજામાં લીધો હતો.

આરોપીઓની પુછપરછમાં ગુજરાતના જુદા-જુદા શહેરો ઉપરાંત મુંબઈમાં ફેલાયેલા સટ્ટા બેટીંગના નેટવર્કનો ભંડાફોડ થયો હતો. વડોદરા પોલીસે હાલ રામચંદ્ર અને કલ્પેશની ધરપકડ કરી લીધી છે. જ્યારે સલમાન ગોલાવાલા (હાલ મુંબઇ, મૂળ રહે. વડોદરા), સંજયભાઇ (રહે. સુરત) તેમજ સફિયાન (રહે. જહાંગીરપુરા, સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ વડોદરા અને સુરતના તમામ 110 ગ્રાહકોના નામ પણ ખુલ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275