ઓનર કીલિંગમાં ફાંસી: ત્રિપલ મર્ડરમાં આરોપીને ફાંસીની સજા, ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાખ્યાં…

ઓનર કીલિંગમાં ફાંસી: ત્રિપલ મર્ડરમાં આરોપીને ફાંસીની સજા, ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાખ્યાં…

વર્ષ 2018માં અમદાવાદના સાણંદ બનેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે મિર્ઝાપુર કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી હાર્દિક ચાવડાએ તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી. ત્યારે આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે.

બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા માર્યા હતા: વર્ષ 2018 સાણંદમાં ત્રિપલ હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપી ભાઈએ બહેન અને બનેવી તથા બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જે બાદ મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને સબૂતો અને સાક્ષીઓને ધ્યાને રાખી આ કૃત્ય બદલ આકરી સજા કરી છે. કોર્ટે આ મામલે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.

બહેનને 7 અને બનેવીને 17 ઘા માર્યા હતા: આરોપીએ બહેનને 7 ઘા અને બનેવીને 17 ઘા માર્યા હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને 4 મહિનાનો સમય થયો હતો. જેથી આ કમકમાટી ભર્યા કિસ્સામાં કોર્ટે કડક સજા ફટકારી છે. સાથે જ મૃતક વિશાલના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો કોર્ટે કર્યો આદેશ. સાથે જ એક મહત્વપૂર્ણ સાક્ષી કે જે આ કેસમાં પીડિત તરીકે ગણી 50 હજારનું વળતર આપવાનો હુકમ કોર્ટે કર્યો છે.

સરકારી વકીલની વાતચીત: આ બાબતે વાત કરતાં મિર્ઝાપુર કોર્ટના સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવું કે, મિર્ઝાપુર કોર્ટ દ્વારા ત્રીજીવાર આ પ્રકારે કોઈ આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. જ્યારે પહેલીવાર આ પ્રકારના ઓનર કિલિંગના કિસ્સામાં મિરઝાપુર કોર્ટમાંથી ફાંસીની સજા થઈ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.