ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા વધતા પરીક્ષાઓ મોકૂફ, વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ!!

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા વધતા પરીક્ષાઓ મોકૂફ, વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ!!

ગુજરાત યુનિ. ઓનલાઇન-ઓફલાઇન વિકલ્પ આપશે. યુજી,પીજી, ડિપ્લોમાના 75,064 વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાની શક્યતા. ઓફલાઈન મોડની પરીક્ષા મોકૂફ રાખ્યાની જાહેરાત કરાઇ. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવા સાથે કેસમાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુએ 20મી જાન્યુઆરીથી શરૂ થતી યુજી, પીજી, ડિપ્લોમા સહિતના કોર્સની ઓફલાઈન મોડની પરીક્ષા મોકૂફ રાખ્યાની જાહેરાત કરી છે. જેમાં આઠ પરીક્ષા માટે 75,064 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થવાની હોય ઓનલાઈન કે ઓફલાઈન વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે.

સ્થિતિ સુધરશે તો ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે: જીટીયુની વિન્ટર સેમેસ્ટરની ડિગ્રી-ડિપ્લોમાની પરીક્ષા ઓફલાઈન મોડથી આગામી 20મીથી શરૂ થવાની હતી. કુલપતિ ડો.નવીન શેઠે કહ્યું કે આ પરીક્ષા માટેના પેપર સેટ થઈ ગયા હતા. હવે ઓનલાઈન પરીક્ષા લેવા અમારી પાસે સમય બચતો નહોતો. જો કોરોનાની સ્થિતિ સુધરશે તો ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.

વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે: અન્યથા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં જાન્યુઆરી માસમાં કોઈ પરીક્ષા નથી. ફેબ્રુઆરીમાં બીકોમ, બીએ, બીએસસી, એમએ, એમકોમ, એમએસસી સહિતના કોર્સમાં સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાનાર છે. જેના માટે 80,000 જેટલાં વિદ્યાર્થીઓ નોંધાશે. જેથી આગામી પરીક્ષાઓ વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે ઓનલાઈન તથા ઓફલાઈન બંને વિકલ્પ તરીકે લેવાનું નક્કી કર્યું છે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત યુનિ. ઓનલાઇન-ઓફલાઇન વિકલ્પ આપશે. તથા યુજી,પીજી, ડિપ્લોમાના 75,064 વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાની શક્યતા છે. તેમજ ઓફલાઈન મોડની પરીક્ષા મોકૂફ રાખ્યાની જાહેરાત કરવામાં આવી છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *