આવું ક્યારેય જોયું છે?? આ સેલ્સમેનનો પગાર ફક્ત ૮,૦૦૦ છે, તો પણ બની ગયો ૩.૫ કરોડની પ્રોપર્ટીનો માલિક, જાણો…

આવું ક્યારેય જોયું છે?? આ સેલ્સમેનનો પગાર ફક્ત ૮,૦૦૦ છે, તો પણ બની ગયો ૩.૫ કરોડની પ્રોપર્ટીનો માલિક, જાણો…

આ સમગ્ર કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે,જ્યાં મહિને માત્ર ૮,૦૦૦ રૂપિયા કમાતો સેલ્સમેન ૩.૫ કરોડથી વધુ સંપત્તિનો માલિક છે,આ વાતની જાણ થતા સૌ સ્તબ્ધ રહી ગયા.આ કેસ મધ્યપ્રદેશના દેવાસનો છે જ્યાં ઇકોનોમિક ઇન્વેસ્ટિગેશન સેલે સવારે ૭ વાગ્યે કન્નડમાં સોસાયટીના સેલ્સમેન ગોવિંદ બાગવાનના ઘરે દરોડા પાડ્યા હતા.

જેમ જેમ કાર્યવાહી આગળ વધી તેમ તેમ સેલ્સમેનનું કાળું નાણું બહાર આવતાં અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.સેલ્સમેન ગોવિંદની નિમણૂક વર્ષ ૧૯૯૩ માં કરવામાં આવી હતી,શરૂઆતમાં તેમને માસિક ૫૦૦ રૂપિયા મળતા હતા જે વધીને અત્યારે ૮ હજાર રૂપિયા કર્યા છે

+

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સવારે લગભગ ૭ વાગ્યે, ઇકોનોમિક ઇન્વેસ્ટિગેશન સેલ ઉજ્જૈનની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ આ સેલ્સમેનના ગામ ડોકાકુઇ સ્થિત સેલ્સમેન ગોવિંદ બાગવાનના ઘરે પહોંચ્યા.તપાસ દરમિયાન,સેલ્સમેન ગોવિંદના નામે ૪૭ વીઘા જમીન,ગામમાં ચાર મકાન,એક ટ્રેક્ટર,સોના-ચાંદીના દાગીના તેમજ બેંક ખાતા અને LIC સહિતના અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા.

તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે સેલ્સમેન પાસે ૩ કરોડ ૪૮ લાખ ૬ હજાર ૬૮૫ રૂપિયાની સંપત્તિ છે.ઇકોનોમિક ઇન્વેસ્ટિગેશન સેલના DSP ના જણાવ્યા અનુસાર આ જમીન થોડા વર્ષ પહેલા ખરીદવામાં આવી હતી,તે સમયે તેની કિંમત ૨૦-૨૫ લાખ રૂપિયા પ્રતિ વીઘા હતી.

આરોપીએ તેના બે પુત્રોના દસ્તાવેજોમાં પણ છેડછાડ કરી છે.આરોપી સેલ્સમેને ભૂતકાળમાં ખેડૂતોની લોનના નામે ગડબડ પણ કરી છે અને કન્નડ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાયેલ છે,આ કેસમાં તે જેલ પણ ગયો છે.ભૂતકાળમાં તેમને ઈન્ચાર્જ તરીકે મેનેજરની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.