સુરતના હાઈફાઈ એરિયામાં આ બિલ્ડીંગ હોવા છતાં, કેમ આખી બિલ્ડીંગમાં કોઈ રહેતું નથી???

સુરતના હાઈફાઈ એરિયામાં આ બિલ્ડીંગ હોવા છતાં, કેમ આખી બિલ્ડીંગમાં કોઈ રહેતું નથી???

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, લોકો એવા હોય છે કે છે ભૂત-પ્રેત અને અંધશ્રદ્ધાની અંદર માનતા હોય છે. આજના આવા આધુનિક યુગ માં ઘણા બધા લોકો એવા પણ હોય છે કે આવી વાતો ઉપર વિશ્વાસ કરતા નથી. લોકો મન નો ભર્મ અને વહેમ ગણીને તેને નકારતા હોય છે. પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ લોકો એ ભૂત જોયું હોય. કે પછી કોઈ જગ્યા ઉપર કોઈ લોકો એ આત્માનો અહેસાસ કર્યો હોય.

આવીએ કે આવી જ એક ઘટના વિશે આજે આપણે વાત કરીશું. ગુજરાતની અંદર આવેલું ડાયમંડ સિટી સુરત માં પણ આવી એક ઘટના બની છે. સુરતની અંદર એક બિલ્ડિંગમાં ખાલી ભૂત દેખાયું હોય તેવી વાત સામે આવી છે. આજે અમે તમને આ લેખ માં તે ઘટના વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ. ખરેખર વાત શું છે ??.

ડાયમંડ સુરતની અંદર એક એવી બિલ્ડીંગ આવેલી છે કે, જેને ત્યાં રહેતા આજુબાજુના વિસ્તારના લોકો “કાલી બિલ્ડીંગ” ના નામથી ઓળખી રહ્યા છે. આ બિલ્ડિંગ અંદર ભૂત દેખાયેલું હોવાની ચર્ચાને કારણે ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ ખાલી પડી રહી છે. આ બિલ્ડિંગની અંદર કોઈ પણ રહેતું નથી. ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ સાવ ખાલી પડી રહી છે. કોઈ લોકો આમાં રહેવા નથી આવતું અને કોઈ લોકો તેની સાફ સફાઈ કરવા નથી આવતું.

મળતી માહિતી પ્રમાણે, આજથી પાંચ થી છ વર્ષ પહેલા આ બિલ્ડિંગની અંદર થી ચોથા માળેથી એક યુવતી બેભાન હાલતમાં મળી આવતા, આ બેરિંગ ફરી એક વખત સુરતમાં ચર્ચામાં આવી હતી. આજના મોર્ડન જમાનામાં પણ લોકો ભૂત પ્રેત માં માનતા હોય છે. સુરતની અંદર આ કાલી બિલ્ડીંગ એક ચર્ચાનો વિષય બની હતી. આ બિલ્ડીંગ સુરત માં ઘણા વર્ષો થી સાવ ખાલી ને ખાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, કાલીબેલ સુરતના હાઈફાઈ વિસ્તારમાં આવેલી છે. આ બિલ્ડિંગની થોડા વર્ષો પહેલા સિક્યુરિટી ગાર્ડનું પણ રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ બિલ્ડિંગ અંદર આવી વિચિત્ર ઘટનાઓ થવા લાગી હતી. તેના કારણે ઘણા લોકો ની અંદર ડર બેસી ગયો હતો. આ બિલ્ડીંગમાં રહેતા લોકો તે જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. જોતજોતામાં બિલ્ડીંગ સાવ વેરાન થઈ ગઈ હતી. થોડા સમય પહેલા આ બિલ્ડિંગની બાલ્કની માંથી એક મહિલા બેઠેલી જોવા મળી હતી.

સુરતમાં આવેલી આ બિલ્ડીંગને ઘણા લોકો, ભૂત બિલ્ડીંગ તરીકે પણ ઓળખે છે. તમને જણાવી દઈએ કે, આ છોકરીને જોઇને પહેલાં તો લોકોને લાગતું હતું કે તે ભુત છે. પરંતુ જ્યારે આ મહિલાના પગમાંથી ચંપલ પડી ને નીચે આવી તો, કેટલાક લોકોએ હિંમત કરીને અંદર ગયા અને આ છોકરીને કોઈ ને કોઈ રીતે બહાર કાઢી હતી. જ્યારે મહિલા દેખાઇ હતી ત્યારે, બીલીના દરેક દરવાજાઓ બંધ હતા. એવા સવાલ એ થાય છે કે આ મહિલા કેવી રીતે બિલ્ડિંગની અંદર કરી હતી અને, આ મહિલાની સાથે તે બિલ્ડિંગમાં શું થયું હશે, તેના વિશે કોઈપણ જાણકારી મળી નથી.

માહિતી મળી રહી છે કે, આ સુમસાન બિલ્ડિંગ નું નામ પથિક એપાર્ટમેન્ટ છે. અને આ એપાર્ટમેન્ટ સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલું છે. તમને જણાવીએ કે આ બિલ્ડિંગના ચોથા માળે એક યુવતી દેખાતા, તે યુવતી ભૂત હોવાની ચર્ચાએ સુરતમાં જોર પકડ્યું હતું. આબલી ના ચોથા માળે એક છોકરીને જોઈને, ભૂત પ્રેત હોવાની વાતો વહેતી થઈ હતી. જેના કારણે અનેક લોકો પણ અહીં દિવસ દરમિયાન બિલ્ડીંગ માં જતા અચકાઈ છે.

તમને જણાવી દઈએ કે, ઉપરની બંને ઘટના ની અંદર કોઈ નું મૃત્યુ થયું નથી, આથી ત્યાં ભૂત છે એ વાતનો કોઈ ખાસ એવો પુરાવો મળ્યો નથી. પાર્લે પોઇન્ટ માં આવેલી આ બિલ્ડિંગની આસપાસ બીજી ઘણી બધી બિલ્ડીંગો આવેલી છે. જેમાં લોકો ખુબજ શાંતિથી રહે છે. તે લોકોને કોઇપણ પ્રકારના ભૂત પ્રેત ની વાતો ને એક સામાન્ય વહેમ ગણી ને પોતાના જીવન જીવવામાં ખૂબ જ મશગૂલ રહે છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275