રતન ટાટા ની નેનો કાર ભલે બજારમાં ચાલી નહી પરંતુ, નવી આવી રહી છે ઇલેટ્રોનિક કાર, આ નવા રૂપ ને જોવા ખુદ રતન ટાટા પહોંચ્યા…

રતન ટાટા ની નેનો કાર ભલે બજારમાં ચાલી નહી પરંતુ, નવી આવી રહી છે ઇલેટ્રોનિક કાર, આ નવા રૂપ ને જોવા ખુદ રતન ટાટા પહોંચ્યા…

ટાટા મોટર્સે ભલે લખટકિયા કારના નામથી ફેમસ નેનોનું પ્રોડક્શન બંધ કરી દીધું છે પરંતુ આ કાર અત્યારે પણ ઓફરોડ થઈ નથી. રતન ટાટાની આ ડ્રીમ કારને તેમની કંપનીએ હાલમાં જ નવો કલેવર આપ્યો છે. જ્યારે રતન ટાટાને બદલાયેલા કલેવરમાં નેનો ડિલિવરી થઈ તો તેઓ પોતે પોતાને મુસાફરી કરવા નીકળતા રોકી ન શક્યા. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે પાવરટ્રેન બનાવનારી કંપની ઇલેક્ટ્રા EVને લખટકિયા કારણે કસ્ટમાઇઝ કરીને ઇલેક્ટ્રિક કારનું રૂપ આપી દીધું છે. કંપનીએ પોતે આ બાબતની જાણકારી LinkdIn પર આપી છે.

કંપનીએ જણાવ્યું કે તેના ફાઉન્ડર રતન ટાટાને ન માત્ર આ કાર પસંદ આવી પરંતુ નેનો EVની મુસાફરીનો આનંદ પણ લીધો. કંપનીએ કહ્યું કે રતન ટાટાને 72V Nano EV ડિલિવરી કરવી અને તેમનું ફિડબેક મેળવવું ‘સુપર પ્રાઉડ’ ફિલિંગ છે. ઇલેક્ટ્રા EVએ સોશિયલ મીડિયા પર રતન ટાટા સાથે નેનો EVની તસવીર પણ શેર કરી છે. એ તસવીરના રતન ટાટા, નેનો EV સાથે શાંતનુ નાયડુ પણ નજરે પડી રહ્યા છે જે રતન ટાટાના સહયોગી છે. કંપનીએ તસવીર શેર કરીને લખ્યું આ ટીમ ઇલેક્ટ્રા EV માટે Moment Of Truth છે.

જ્યારે અમારા ફાઉન્ડરે કસ્ટમ બિલ્ટ નેનો EVની સવારી કરી જે ઇલેક્ટ્રા EVના પાવરટ્રેન પર તૈયાર છે. અમે રતન ટાટાની નેનો EV ડિલિવર કરી અને તેમની પાસે ફિડબેક મેળવી ગૌરવાન્વિત છીએ. નેનો EVની 4 સીટોવાળી કાર છે અને તેની રેન્જ 160 કિલોમીટર સુધી છે. આ કાર 10 સેકન્ડથી ઓછા સમયમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. તેમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સનું આ કાર બાબતે કહેવું છે કે તે રિયલ કારવાળી ફિલિંગ આપે છે.

મોડર્ન ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ પર્સનલ ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ કરાવવાના પ્રયાસમાં કોઈ પણ વસ્તુ સાથે સમજૂતી કરવામાં આવી નથી. આ કસ્ટમ બિલ્ટ નેનો EVમા 72V આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટિગોર EVમા પણ આ પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ તેની ડિઝાઇનને કંઈક મોડિફાય કરીને ઑટોમોટિવ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા સર્ટિફાઇડ રેન્જ 213 કિલોમીટરને એચિવ કરી લીધું. એમ કરવામાં કંપનીએ પાવરટ્રેનમાં કોઈ ફિઝિકલ બદલાવ પણ કર્યો નથી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.