યુક્રેનમાં પણ ઝાંસીની રાણી, માસુમ દીકરીએ રશિયન સૈનિક પર ઝાંસીની રાણી જેવો જુસ્સો દેખાડ્યો! જુઓ વિડીયો…

યુક્રેન અને રશિયાના યુદ્ધ શરુ થયાને પાંચ દિવસ થઈ ચુક્યા છે. આખી દુનિયાની આંખો અત્યારે આ યુદ્ધ પર ટકેલી છે. યુક્રેનમાં ચારે તરફથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ ઘણા એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં આપણે યુક્રેનના લોકોની બહાદુરીને જોઈ શકીએ છીએ. ભારતમાં પણ અંગ્રેજો સામેના યુદ્ધમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ ઝંપ લાવ્યું હતું અને અંગ્રેજોને તેમના દેશમાં પરત મોકલવા માટે પોતાના બાળકને લઇ શહીદી વ્હોરી હતી ત્યારથી જ જ્યારે મહિલા કે માસુમ દીકરીઓ કોઇ દેશ માટે વિરોધી સૈનિકો સામે બાયો ચઢાવે છે ત્યારે આપણને ઝાંસીની રાણી લભ્મીબાઇ યાદ આવે છે. ત્યારે યુક્રેનની એક દીકરીએ પણ ઝાંસીની રાણી જેવો જુસ્સો દેખાડ્યો છે.
ત્યારે હવે સોશિયલ મીડિયામાં યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે એક નાનકડો વીડિયો વાયરલ થયો છે જેમાં એક નાની છોકરીની બહાદુરી જોવા મળે છે. આ વીડિયોમાં એક નાની છોકરી રશિયન સૈનિકને ધમકાવી રહી છે. અને ગુસ્સો બતાવી રહી છે. તે જે રીતે રશિયન સૈનિકને ધમકાવે છે, તે જોઈને યુક્રેન ઉપર પોતાની જીદ્દ સંતોષનાર પુતિન જીત મેળવીને પણ હારી ગયેલા અનુભવ કરશે.
યુક્રેનમાં પણ ઝાંસીની રાણી જેવી છોકરી છે, જે દેશ માટે કશું પણ કરવા તૈયાર છે! જુઓ વીડિયો#RussiaUkraine #UkraineRussiaWar #BraveGeneration pic.twitter.com/Pxh2wXccYn
— MT News Gujarati (@mtgujarati) February 28, 2022
આ વીડિયો જોનાર દરેકને ચૌદ વરસની ચારણ કન્યા અને ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી યાદ આવ્યાં વગર નહીં રહે. આ છોકરીનો આક્રોશ જોઈને જોઈને હાથમાં મશીનગન લઈને યુદ્ધ કરવાની જવાબદારી લઈને ફરતો રશિયન સિપાહી પણ ચૂપચાપ ચાલતી પકડવામાં મુનાસીબ સમજી જાય છે ત્યારે એક એક યુક્રેન વાસીની અંદર રશિયા સામે કેટલો રોષ ભભૂકતો હશે એનો અણસાર સમજી શકાય છે.