સુરતમાં એક સપ્તાહ પહેલા પણ પિતાએ દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પુત્રીની વાત પર માતાએ ભરોસો ન કર્યો…

સુરતમાં એક સપ્તાહ પહેલા પણ પિતાએ દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પુત્રીની વાત પર માતાએ ભરોસો ન કર્યો…

સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર તેના પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પિતા દ્વારા દીકરીને જ હવસનો શિકાર બનાવાતા હાલ દીકરી આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પિતા દ્વારા એક સપ્તાહ પહેલાં પણ દીકરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે દીકરીએ માતાને જાણ કરી હતી. જોકે, માતાએ પુત્રીની વાત પર ભરોસો કર્યો ન હતો.

એક સપ્તાહ પહેલાં પણ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો હવસખોર પિતાએ એક સપ્તાહ અગાઉ પણ પુત્રી પર દાનત બગાડી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે-તે સમયે બાળકી ઘરની બહાર નીકળી જતાં બચી ગઈ હતી. બાદમાં બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ પુત્રીની વાત પર ભરોસો ન કરતા માતાએ કહ્યું હતું કે તારી વાત ખોટી છે, તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે. માતાએ આમ કહી વાતને ત્યાં જ ન દબાવી દીધી હતી.

ઘટના શું હતી?:
સરથાણામાં સુરત કામરેજ રોડ પર શ્યામધામ મંદિર વિસ્તારમાં મૂળ નેપાળનો શ્રમજીવી પરિવાર રહે છે. નેપાળી પરિવારની મહિલા મજુરી કામ માટે જાય છે. તેનો પતિ હોટલમાં કામ કરે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી, 7 વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. પતિ-પત્ની કામ પર જાય ત્યારે ત્રણેય સંતાનો ઘરમાં જ રહે છે. તેમના ઘરેથી થોડા અંતરે પિતાના કાકા અને દાદા રહે છે. ગત રોજ પિતાએ પોતાની જ સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.

પિતાએ પાપ છુપાવવા કહાની ઘડી:
પિતાએ દીકરી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા માટે કહાની બનાવી હતી કે, બપોરે દોઢેક વાગે અંક અજાણ્યો તેમના ઘરે આવ્યો હતો. તેને બાળકીની નાના બહેન અને ભાઈને ઘરની બહાર કાઢીને રૂમનો દરવાજો બંધ કરીને રીતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમયમાં અજાણ્યો જતો રહ્યો હતો. બાળકી ઘરમાં રડતી હતી. તે લોહિલુહાણ થઈ ગઈ હતી. તેની બહેન અને ભાઈ રૂમમાં ગયા તે રડતી હતી. તેથી બાળકીની બહેને તેના દાદીને જાણ કરી કે દીદી રડે છે અને તેના શરીરમાંથી લોહી નીકળે છે. તેથી તેની દાદી તેને જોવા ગઈ હતી. ત્યાર બાદ દાદીએ બાળકીની માતા-પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.

સીસીટીવીમાં બાળકીના પિતા જ શંકાસ્પદ જણાયા:
બાળકીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં ડોક્ટરે ચકાસ્યું તો બળાત્કાર થવાનું સ્પષ્ટ થયું હતું. હોસ્પિટલમાંથી સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને બળાત્કારની માહિતી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં પિતા શંકાસ્પદ જણાતા તેની ઊલટતપાસ કરી હતી. દરમિયાન બાળકીની પણ પૂછપરછ કરતા પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

બપોરે પિતા સિવાય કોઈ ઘરે આવ્યું ન હતું:
પોલીસે ઘર પાસેના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. આ દરમિયાન બપોરે એક વાગ્યાના અરસામાં દીકરીના પિતા સિવાય ઘરમાં કોઈ આવતું જતું દેખાયું ન હતું. જેથી પોલીસે ફરી બાળકીના પિતાની કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આખરે પિતાએ કબૂલાત કરી હતી કે, તે ઘરે જતા તેણે પહેલા નાની દીકરી અને દીકરાને રુમમાં પુરી દીધા હતાં. બાદમાં મોટી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.

નરાધમ પિતા આટલે અટક્યો ન હતો. તેણે આ ઘટના બાદ બંન્ને દીકરીઓને ધમકાવી હતી. તેમજ અજાણ્યા શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની વાત પોલીસ સમક્ષ કરવા ધમકી આપી હતી. અગાઉ પણ આ નરાધમ બાપે દીકરી સાથે અડપલાં કર્યા હતા. આ અંગે દીકરીએ પરિવાર ને જાણ પણ કરી હતી. છતાં પરિવારે આ વાત નજરઅંદાજ કરી હતી. હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275