કર્ણાટકમાં હિજાબ ઉતારીને ભણાવવાનો અંગ્રેજીના પ્રોફેસરે કર્યો ઇન્કાર, રાજીનામુ ધરી દીધુ…

કર્ણાટકમાં હિજાબ ઉતારીને ભણાવવાનો અંગ્રેજીના પ્રોફેસરે કર્યો ઇન્કાર, રાજીનામુ ધરી દીધુ…

કર્ણાટક હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લહી રહ્યુ એક પછી એક વિવાદથી સતત ચર્ચામાં છવાયેલ હિજાબ વિવાદના રોજ કોઇને કોઇ સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલા રહે છે. રાજકારણ હોય કે શિક્ષણ જગત કોઇ તેનાથી અલીપ્ત રહી શક્યુ નથી. સૌ કોઇ પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યુ છે. કર્ણાટક હિજાબ વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે.

કર્ણાટકમાં હિજાબ વિવાદને Karnataka Hijab Row કારણે હવે એક અંગ્રેજી લેક્ચરરે રાજીનામું આપી દીધું છે. અંગ્રેજી લેક્ચરરનું કહેવું છે કે તેને હિજાબ વગર ભણાવવું યોગ્ય નથી મામલો કર્ણાટકની જૈન પીયુ કોલેજનો છે. ત્યાંના અંગ્રેજી લેક્ચરરે કહ્યું છે કે હિજાબ ઉતારીને ભણાવવાથી તેના આત્મસન્માનને ઠેસ પહોંચી છે અને તેને ઉતારીને ભણાવવાનું તેને યોગ્ય નથી લાગતું.

તમને જણાવી દઈએ કે હિજાબ વિવાદનો મામલો હાલ હાઈકોર્ટમાં છે. હાલમાં, શાળાઓમાં હિજાબ સહિત કોઈપણ પ્રકારના ધાર્મિક વસ્ત્રો અથવા કપડાં પહેરવાની મંજૂરી નથી.

આખો હિજાબ વિવાદ ઉડુપીની એક સ્કૂલથી શરૂ થયો હતો. જે બાદ દેશના અલગ-અલગ ભાગોમાં હિજાબના સમર્થન અને વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીના કારણે મામલો વધુ ગરમાયો છે.

હાલમાં ઉડુપીમાં સ્થિતિ સામાન્ય છે. હવે ત્યાં તમામ શાળા અને કોલેજો ખુલી છે. જ્યાંથી સમગ્ર વિવાદ શરૂ થયો હતો તે મહાત્મા ગાંધી મેમોરિયલ કોલેજ છેલ્લા 10 દિવસથી બંધ હતી. હવે તેને પરીક્ષા માટે ખોલવામાં આવી છે. હાલમાં ત્યાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ઉડુપી એડિશનલ એસપી એસ.ટી. સિદ્ધલિંગપ્પાએ આ માહિતી આપી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275