નગર નિગમે એક જ ચિતા પર એકસાથે 8 ને અગ્નિદાહ આપ્યો, વિદેશ જેવી સ્થિતિ ભારતમાં પણ સર્જાશે ?

નગર નિગમે એક જ ચિતા પર એકસાથે 8 ને અગ્નિદાહ આપ્યો, વિદેશ જેવી સ્થિતિ ભારતમાં પણ સર્જાશે ?

મહારાષ્ટ્રના બીડ જિલ્લાનું પ્રશાસન આ રોગચાળાની બીજી લહેરના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મંગળવારે રોગચાળાની કારણે મૃત્યુ પામેલા 8 લોકોના મૃતદેહને એક જ ચિતા પર એકસાથે 8 ને અગ્નિદાહ આપ્યો. બીડ જિલ્લાના અંબાજોગાઈ ખાતેઆ ઘટના બની હતી અને તેને લઈ પ્રશાસન વિરૂદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ પ્રશાસને મૃતકોના પરિવારજનોને સામૂહિક ચિતા કઈ જાણ કરી ન હતી.

બીડનું અંબાજોગાઈ હાલ જિલ્લામાં કોરોનાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. શહેર પરિસરમાં મંગળવારે 161 નાગરિકો કોરોના સંક્રમિત નોંધાયા હતા. ત્યાંની સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલમાં 7 અને લોખંડી કોવિડ કેર સેન્ટરમાં એક દર્દીનું મોત થયું હતું.

નગર નિગમ પ્રશાસને શક્ય તેટલી ઝડપથી અંતિમ સંસ્કાર પૂરા કરવા માંડવા રોડ સ્મશાન ભૂમિમાં તમામ 8 મૃતકોની એક સાથે ચિતા ગોઠવી દીધી હતી અને સામૂહિક રીતે અગ્નિદાહ આપી દીધો હતો. તમામ મૃતકો 60 વર્ષ કરતા વધારે ઉંમરના હોવાનું કહેવામાં આવે છે અને તેમાં એક મહિલાનો મૃતદેહ પણ સામેલ હતો.

અગ્નિદાહનો ફોટો વાયરલ થતા જ જિલ્લાના લોકોમાં પ્રશાસન પ્રત્યે ક્રોધ જાગ્યો હતો. માર્ચ મહિના સુધી અંબાજોગાઈમાં ફક્ત 1 હજાર કોરોના સંક્રમિત નોંધાયા હતા પરંતુ છેલ્લા 4 દિવસમાં 304થી વધારે સંક્રમિત મળી આવ્યા છે. થોડા દિવસ પહેલા અંબાજોગાઈમાં કોરોના પોઝિટિવ લોકો બજારમાં ફરતા પકડાયા ત્યારથી તે ચર્ચામાં છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *