શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત, રાજ્યમાં ૧૦ હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્ત કરાશે…

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત, રાજ્યમાં ૧૦ હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્ત કરાશે…

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સોમવારથી તમામ શાળા-કોલેજોમાં શિક્ષણ ઓફલાઈન શરૂ થશે.રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વિટ કરતા જણાવ્યુ કે,રાજયમાં પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવશે.

શિક્ષક મંડળે કરેલ માંગણી સામે સરકારે ૬૦ % થી વધુ જગ્યા માટે હાલપુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે.રાજ્ય સરકારના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં શૈક્ષણિક રીતે સુધારો આવશે અને શિક્ષણ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં મદદ મળશે.

રાજ્ય સરકારે આ હેતુ માટે ૧૦.૫૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. વધુમાં જણાવીએ તો રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોના નિયમો માટે શિક્ષણ વિભાગે રાજ્યના શિક્ષકો સાથે બેઠક યોજી હતી.જે પછી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.