શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓની માફી માંગી, જાણો તેની પાછળનું કારણ…

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓની માફી માંગી, જાણો તેની પાછળનું કારણ…

ટેક્નિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત રહ્યાં. હવે દર મહિને વિદ્યાર્થીઓને 1 લાખ ટેબ્લેટ અપાશે. સરકાર કોલેજના વિદ્યાર્થીઓને આપશે ટેબ્લેટ. ગુજરાત સરકાર દ્વારા ‘ઈ-ટેબ્લેટ’ યોજના અંતર્ગત કૉલેજ અને પોલિટેક્નિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 20 હજાર રૂપિયાની કિંમતના ટેબ્લેટ માત્ર 1 હજાર રૂપિયામાં વિતરણ કરવામાં આવે છે. જો કે છેલ્લા લગભગ 2 વર્ષથી ટેક્નિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે, ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓની માફી માંગવા સાથે મોટી જાહેરાત કરી છે.

રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સરકાર તરફથી વિદ્યાર્થીઓને 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે. આ ટેબ્લેટમાં ખામી ના રહે તે માટે EPDCમાં ટેબ્લેટની તપાસ થાય છે. ટેબ્લેટની ઓટોમેટિક સિસ્ટમથી તપાસ થાય છે.

અગાઉ બે વખત EPDCમાં ટેબ્લેટ નિષ્ફળ ગયા છે. થોડા સમય પહેલા જ તપાસમાં ટેબ્લેટ પાસ થયા છે. 20 હજાર ટેબ્લેટમાં 2ની તપાસ થાય છે. વિદ્યાર્થીઓને ટેક્નિકલ ખામીના કારણે ટેબ્લેટ નથી મળી શક્યા. જે બદલ શિક્ષણ મંત્રી તરીકે હું તેઓની માફી માંગુ છું. હવે દર માસે 1 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને લાભ થશે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *