દરરોજ લસણ ખાવાથી થાય છે, જબરદસ્ત ફાયદા, તો આજે જ લસણ ખાવનું શરુ કરી દો…

દરરોજ લસણ ખાવાથી થાય છે, જબરદસ્ત ફાયદા, તો આજે જ લસણ ખાવનું શરુ કરી દો…

લસણ ખાવાને લઇને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ઘણા લોકો એવા છે જેમણે આજ દિન સુધી લસણ ચાખ્યુ નથી. પરંતુ આ આવુ માનવુ ભૂલ ભરેલુ છે. કારણ કે લસણ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. હેલ્ધી બોડી અને સ્કિન માટે લસણ સારુ ગણાય છે. શારીરિક સમસ્યાઓ માટે ઘણી વખત લસણનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય સ્કિન માટે લસણનો ઉપયોગ કર્યો છે ખરા ? જો તમે ન કર્યો હોય તો આજે જ તમને જણાવીશું કે લસણથી સ્કિન કેવી રીતે હેલ્ધી રહે.

ખીલમાં મળશે રાહત

લસણની મદદથી તમે ખીલથી સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જો તમને ખીલની સમસ્યા વધારે હોય તો લસણ અને લવિંગની કળીઓની પેસ્ટ બનાવો. તેમાં અડધી ચમચી સફેદ વિનેગર ઉમેરીને આ પેસ્ટને ચહેરા પર લગાવો. આમ કરવાથી ખીલની સમસ્યામાં રાહત મળશે.

સ્ટ્રેચ માર્ક્સ

સ્ટ્રેચ માર્ક્સની સારવાર લસણમાં છુપાયેલી છે. જો તમારી ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ છે, તો તમે તેને લસણ વડે ઇલાજ કરી શકો છો. આ માટે સૌપ્રથમ સરસવનું તેલ 1 ચમચીમાં ગરમ ​​કરો. તેમાં લસણની બેથી ત્રણ કળી નાખો. લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી ગરમ કરો. પછી તેલ નવશેકું ઠંડુ પડે ત્યારે આ તેલની મદદથી જ્યાં સ્ટ્રેચ માર્ક હોય ત્યાં માલિશ કરો. આમ કરવાથી થોડા દિવસોમાં સ્ટ્રેચ માર્ક દૂર થશે.

ફોલ્લીઓ થશે દૂર

જો તમે તમારા ચહેરા પર ફોલ્લીઓ થઇ ગઇ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે એક કપ પાણી ગરમ કરો. તેમાં લસણના ટીપા નાંખો. આ પાણીથી તમારો ચહેરો સાફ કરો. આનાથી ઘણી રાહત મળશે.

કરચલીઓ થશે દૂર

વધારે ચિંતા અને જવાબદારી ભર્યા જીવનને કારણે જેમ ઉંમર વધે તેમ શરીરમાં કરચલીઓ પડવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમારી સ્કિનને ટાઇટ કરવા માટે સવારે ખાલી પેટે લસણની એક કળી ખાવી લાભદાયી છે.તેમજ મધ અને લીંબુને લસણ સાથે ભેળવીને ખાવાથી ત્વચાને ફાયદો થાય છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275