દ્વારકા પર પાકિસ્તાનીઓએ 156 બૉમ્બ ફેંક્યા પરંતુ એક પણ ના ફૂટ્યો અને દ્વારકાને બચાવી હતી…

દ્વારકા પર પાકિસ્તાનીઓએ 156 બૉમ્બ ફેંક્યા પરંતુ એક પણ ના ફૂટ્યો અને દ્વારકાને બચાવી હતી…

કૂષ્ણની નગરી દ્વારકામાં આજથી ૫૭ વર્ષ પહેલા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિરને નિશાન બનાવી રાત્રીના સમયે મેલી મુરાદથી ૧૫૬ બોમ્બ પાકિસ્તાન દ્વારા દ્વારકા ઉપર ફેંકવામાં આવેલ હતા. પરંતું ભગવાન દ્વારકાધીશજીએ મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું. અને એક પણ બોમ્બ ફુટયો ન હતો. ત્યારથી ભગવાન શ્રી દ્વારકાધીશનો આભાર માનતા આ શુભ દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દ્વારકામાં તા. ૧૭ના વિરાટ વિજય દિન ઉજવાશે.

ઇ.સ.૧૯૬૫માં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી રાત્રીના સમયે દ્વારકા નગરી ઉપર ભિષણ બોમ્બમારો કરી ૧૫૬ જેટલા બોમ્બ દ્વારકા નગરી ઉપર ફેકવામાં આવેલ હતા. પરંતું ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એકપણ બોમ્બ ફુટેલ ન હોતો. અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયેલ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષ વિરાટ વિજય દિવસની ઉજવણી કરી ભગવાની વિશેષ આરતી કરવામાં આવે છે.

દ્વારકામાં વામન જયંતિએ જગતમંદિરમાં વામનજી કે દશા અવતારમાં પાંચમા અવતાર એવા વામનજીનું સ્વરૂપ ભગવાન દ્વારકાધીશ ધારણ કરે છે. જગતમંદિરે તા. ૧૭મીના વામન દ્વાદ્શ ઉત્સવ ઉજવવામાં આવે છે. વામન વિરાટ દિવસે શ્રીજીની મંગલા આરતી સવારે ૬ઃ૩૦ કલાકે થશે. તેમજ અનૌસર દર્શન બંધ ૧૦ઃ૩૦ થી ૧૨વાગ્યા સુધી રહેશે. તેમજ શ્રીજીની વિશેષ વામન ઉત્સવ આરતી ૧૨ કલાકે થશે. ત્યાર બાદ ૧ઃ૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૫ વાગ્યા સુધી મંદિર અનૌસર બંધ રહેશે. તેમજ શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુંજબ રહેશે.

૧૯૬૫ની સાલથી જ સમસ્ત ગુગ્ગળી બ્રમસમાજ દ્વારા વામન દ્વાદ્શી ઉત્સવના દિવસે ભગવાન દ્વારકાધીશને નુતન ધ્વજા આરોહરણ કરવામાં આવે છે. તેમજ બ્રામણો દ્વારા વિષ્ણું સહના પાઠ કરવામાં આવશે. દ્વારકામાં હાલ બોમ્બમારાના અવશેષો સંસ્કૃત એકેડેમીના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યાં છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *