આ કારણે મુસ્લિમ લેક્ચરરે આપ્યું રાજીનામું, હિજાબને ગણાવ્યું આત્મસન્માન…

આ કારણે મુસ્લિમ લેક્ચરરે આપ્યું રાજીનામું, હિજાબને ગણાવ્યું આત્મસન્માન…

કર્ણાટકમાં અંગ્રેજીના એક લેક્ચરરને હિજાબ હટાવવાનું કહ્યા બાદ તેણે ‘આત્મસન્માન’નો મુદ્દો ગણાવી શુક્રવારે રાજીનામું આપી દીધું. તુમાકુરુંમાં જૈન પીયુ કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી ચાંદનીએ કહ્યું કે, તેણે આ કોલેજમાં અંદાજિત ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે, પણ પ્રથમ વખત તેને હિજાબ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. ગત ત્રણ વર્ષમાં કોઇ પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી, પણ કાલે પ્રિન્સિપલે કહ્યું કે, હું ભણાવતા સમયે હિજાબ અથવા કોઈ પણ ધાર્મિક પ્રતિક ન પહેરી શકું, નવા નિર્ણયથી મારા આત્મસન્માનને ઠેંસ પહોંચી છે, આ જ કારણે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

જો કે, કોલેજના પ્રિન્સિપલ કેટી મંજુનાથે કહ્યું કે, ન તો મેં કે ન તો મેનેજમેન્ટે કોઈએ પ્રોફેસરને હિજાબ હટાવવા માટે નથી કહ્યું. નોંધનીય છે કે, હિજાબ પર પ્રતિબંધના કારણે પહેલાથી જ કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

હિજાબ વિવાદ કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પહેરીને પ્રવેશથી રોકવા પર શરૂ થયો હતો. કર્ણાટકના ઉડુપી જિલ્લાની છ વિદ્યાર્થીનીઓએ આનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ આ છોકરીઓ હાઈકોર્ટમાં ન્યાયની માગ કરવા પહોંચી હતી, ત્યારથી જ આ વિવાદ વધી રહ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ ધાર્મિક પ્રતિક પહેરીને શાળાઓમાં જવા પર અસ્થાયી પ્રતિબંધ ફરમાવ્યો છે. હિજાબ કેસમાં કોર્ટમાં સુનાવણી શરૂ છે.

હિજાબ વિવાદ વચ્ચે કર્ણાટકના વિધાનસભામાં પણ હંગામો ચાલુ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની સરકાર હિજાબ વિવાદ પર કર્ણાટક હાઇકોર્ટના આગોતરા આદેશનું પાલન કરશે. જણાવી દઈએ કે ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્યોએ આખી રાત કર્ણાટક વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણએ રાજ્યમંત્રી કે.એસ.ઇશ્વરપ્પાના ભગવા ધ્વજ વાળા સ્ટેટમેન્ટને લઈને રાજીનામાની માગ કરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275