માતા-પિતાનું નામ રોશન કરવાના સપના રહી ગયા અધૂરા, ગ્રીષ્માની આ તસ્વીરો જોઈને તમારું હૃદય કંપી ઉઠશે…

માતા-પિતાનું નામ રોશન કરવાના સપના રહી ગયા અધૂરા, ગ્રીષ્માની આ તસ્વીરો જોઈને તમારું હૃદય કંપી ઉઠશે…

ભારે હૈયા કરાયા અંતિમ સંસ્કાર

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે. સરેઆમ તમામ લોકોની હાજરીમાં યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી. યુવતીની આવી ઘાતકી હત્યાને જોઈ આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના મૃતદેહના ગઈ કાલે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. ગ્રીષ્માના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડ્યું અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાયા અને ભાવભીની વિદાય આપી.

ગમગીન હ્રદયે માતા પિતા અને ભાઈએ આપી વિદાય

ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેના બે દિવસ સુધી અંતિમ સંસ્કાર કરાયા નહતા. જ્યારે પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી ઘટના જાણીને આઘાત પામ્યા હતા. ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ભાઈએ તેને મુખાગ્નિ આપી હતી

ફેનિલ નામના સરફીરા યુવકે લીધો જીવ
સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે યુવતીના મોટા પપ્પા, ભાઈ અને તેની માતાની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો.

ફરવાની શોખીન હતી ગ્રીષ્મા

ગ્રીષ્માને ફરવાનો ખુબ શોખ હતો અને તેની કેટલીક તસવીરો જોઈને કાઠા હ્રદયના લોકો પણ હચમચી જાય.

SIT ની રચના
આ કેસમાં પોલીસે SIT ની રચના કરી છે. આ SIT માં એક ડીવાયએસપી, 4 પીઆઈ, 4 પીએસઆઈનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત LCB, SOG ટીમનો પણ મદદ માટે સમાવેશ કરવામાં આવ્યો છે.

3 દિવસમાં ફાઈલ થશે ચાર્જશીટ
ગ્રીષ્મા હત્યા કેસમાં 3 દિવસની અંદર જ ચાર્જશીટ ફાઈલ કરી દેવાશે અને 15થી 20 દિવસમાં આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આવશે તેમ કહેવામાં આવ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.