અમેરિકામાં ભારતીય મૂળના પટેલ ડૉકટરને ચોરોએ કચડી નાંખતા કરૂણ મોત

અમેરિકામાં ભારતીય મૂળના પટેલ ડૉકટરને ચોરોએ કચડી નાંખતા કરૂણ મોત

કાર ચોરી કરીને ભાગી છૂટેલા ચોરોએ ભારતીય મૂળના ડૉક્ટરને કચડીને મારી નાખ્યો હતો. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર 33 વર્ષના ડૉક્ટરના મૃત્યુની આ આખી ઘટના તેમની ગર્લફ્રેન્ડની સામે બની હતી. સિલ્વર સ્પ્રિંગ મેરીલેન્ડના ડોક્ટર રાકેશ ‘રિક’ પટેલ બુધવારે તેમની મર્સિડીઝમાં તેમની ગર્લફ્રેન્ડને કેટલીક વસ્તુઓ આપવા માટે બહાર આવ્યા હતા.

દરમિયાન કાર ચોરો તેમની કાર લઈને ભાગવા લાગ્યા હતા. રાકેશ પણ તેમની પાછળ દોડ્યો અને તેની કારની સામે પડ્યો. 7 ન્યૂઝના મતે વાહન ચોરો રોકાયા ન હતા અને રાકેશને કચડીને ભાગી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ત્યાં હાજર રાકેશની ગર્લફ્રેન્ડે આ બધું જોયું.

NBC4 વોશિંગ્ટન ટીવીના સમાચાર અનુસાર પટેલ મેડસ્ટાર વોશિંગ્ટન હોસ્પિટલ સેન્ટરમાં ડૉક્ટર હતા અને ક્લિનિકલ કેર ફેલો તરીકે તાલીમ લેતા હતા.

રાકેશના પિતા ડૉ.રજનીકાંત પટેલે NBC4 વૉશિંગ્ટન ટીવીને જણાવ્યું હતું કે તેમનો પુત્ર ખૂબ જ નમ્ર અને સામાજિક હતો. તેમણે કહ્યું કે કારણ વગર તેમના દીકરાનો જીવ લઇ લીધો.’ રાકેશની માતા ચારુલતાએ કહ્યું કે હું તેને હંમેશા બાબુ કહેતી હતી. રાકેશ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. વોશિંગ્ટન પોલીસે ચોરોની ધરપકડ કરવા માટે 25,000 ડોલરના ઈનામની જાહેરાત કરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.