જનતા પર મોંઘવારીનો ડબલ એટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG-PNGનાં ભાવમાં થયો આટલો વધારો…

જનતા પર મોંઘવારીનો ડબલ એટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG-PNGનાં ભાવમાં થયો આટલો વધારો…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે પાઈપ નેચરલ ગેસ એટલે કે (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) માં પણ ભાવ વધારો થતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

IGL એ માહિતી આપતા જણાવ્યું કે, PNGના ભાવમાં રૂ. 1 રૂપિયા પ્રતિ SCMનો વધારો થયો છે. જ્યારે CNGનાં ભાવમાં 50 પૈસાનો વધારો થયો છે. કંપનીના જણાવ્યાં અનુસાર ગેસની વધતી જતી કિંમતના કારણે આ વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 24 માર્ચથી એટલે કે આજથી લાગુ થશે. રશિયા-યુક્રેન યુદ્ધનાં કારણે ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. PNGનાં ભાવ પહેલાં CNG, LPG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ઇંધણના ભાવમાં આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઉછાળાને કારણે જોવા મળી રહ્યો છે. ભારત પોતાની ઇંધણની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે.

PNG થયું મોંઘુ

IGL એ પોતાના ગ્રાહકોને SMS દ્વારા કિંમતમાં 1રૂપિયો પ્રતિ SCMના વધારા વિશે જાણકારી આપી છે. આજના આ વધારા સાથે ગૌતમ બુદ્ધ નગરમાં PNGના દરો વધીને રૂ. 35.86 પ્રતિ SCM થઈ ગયા છે. તો આ સાથે ગાઝિયાબાદમાં પીએનજીના દરો પણ સમાન સ્તરે વધી ગયા છે. જ્યારે દિલ્હીમાં કિંમત પ્રતિ SCM રૂપિયા 36.61 એ પહોંચી ગઈ છે. અગાઉ જાન્યુઆરીમાં પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં, કંપનીએ SCM દીઠ ભાવમાં 50 પૈસાનો વધારો કર્યો હતો. કંપનીએ એ માટે વધતી જતી કિંમતને કારણ ગણાવ્યું છે.

ગુજરાતમાં CNGમાં 3 રૂપિયાનો વધારો તો PNGમાં 4 રૂપિયાનો વધારો

બીજી બાજુ જો ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં ગુજરાત ગેસ દ્વારા CNG અને PNG ગેસમાં ભાવવધારો કરાતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં CNGમાં 3 રૂપિયાનો વધારો કરાયો તો PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. આથી, CNGનો નવો ભાવ 70.53 પ્રતિકિલો થઇ ગયો છે તો PNGનો નવો ભાવ 39.05 પ્રતિકિલો થયો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275