શું તમે જાણો છો?? તમે જે ટાઈલ્સ પર ચાલો છો, તેમાં યુક્રેનની માટી હોઈ શકે!, યુક્રેનની ચમકદાર માટીથી મોરબીમાં બને છે ટાઈલ્સ…

શું તમે જાણો છો?? તમે જે ટાઈલ્સ પર ચાલો છો, તેમાં યુક્રેનની માટી હોઈ શકે!, યુક્રેનની ચમકદાર માટીથી મોરબીમાં બને છે ટાઈલ્સ…

રશિયાએ યુક્રેન સાથે યુધ્ધ છેડતાં દુનિયા હેબતાઈ ગઈ છે. પણ આશ્ચર્ય એ વાતનું પણ છે કે યુક્રેન ઉપર હુમલાની અસર છેક ટાઈલ્સ સિટી મોરબીમાં થશે. યુક્રેનની જમીનમાંથી લીસી, ચમકદાર માટી નીકળે છે. આ માટી મોરબી પહોંચે છે અને તેમાંથી ટાઈલ્સ બને છે. તમે ઘરમાં કે ઓફિસમાં જે ટાઈલ્સ ઉપર ચાલો છો, બની શકે કે તેમાં યુક્રેનની માટી પણ હોઈ શકે!

યુક્રેનની માટીની ખાસિયત: યુક્રેનની માટીની ખાસિયત એ છે કે તે દૂધ જેવી સફેદ ચમક આપે છે. કુદરતી રીતે જે પાર્ટિકલ્સ ઈટલીના મારબલમાં હોય છે તે જ તત્વ યુક્રેનની માટીમાં જોવા મળે છે. યુક્રેનમાં માટીની જબરી ખાણો છે. યુક્રેનની માટી ચમકદાર તો છે જ સાથેસાથે ગ્લોસી એટલે કે લીસી અને મજબૂત છે. સિરામિકની કોઈપણ આઈટેમ માટે આ માટી એકદમ યોગ્ય છે. આ માટીમાંથી બનેલી ટાઈલ્સ દેખાવમાં આકર્ષેક અને મજબૂત હોય છે.

મોરબીમાં લાખો ટન યુક્રેનની માટી આવતી: એક સમય હતો કે મોરબીના સિરામિક ઉદ્યોગમાં યુક્રેનની માટી સૌથી વધારે વપરાતી. માત્ર કન્ટેનર જ નહીં, સ્ટીમર ભરી-ભરીને યુક્રેનથી માટી મોરબી પહોંચતી. યુક્રેનની માટીમાં બીજી માટીઓ અને કેમિકલ્સ ભેળવીને ફર્મો બનાવાતો અને તેને પકવીને ટાઈલ્સ બનાવાતી. જો કે સમય જતાં યુક્રેનની માટીના ભાવ વધ્યા અને મોરબીના ઉદ્યોગપતિઓએ યુક્રેનથી માટી મગાવવાનું ઓછું કર્યું. ખૂબ મોટી અને ઈન્ટરનેશનલ મારકેટમાં પોતાનો પગ જમાવીને બેઠેલી કંપનીઓ જ હવે યુક્રેનની માટી મંગાવે છે.

ત્રણ વર્ષથી માટી મગાવાનું ઓછું થઈ ગયું: મોરબીના સિરામિક ઉદ્યોગને યુક્રેનની માટી મોંઘી પડવા લાગી. કારણ કે, ત્યાંથી કન્ટેનર નીકળે એટલે તેનું ભાડું, ડ્યૂટી બધું મળીને 8થી 10 રૂપિયે કિલો માટી પડતી. ટાઈલ્સના ઉત્પાદકોને લાખો ટન માટી જોઈએ. એટલે આ ઉદ્યોગકારોએ યુક્રેનની માટીના ઓપ્શનમાં સ્થાનિક ઓપ્શન શોધી કાઢ્યું. હવે રાજસ્થાનની જમીનમાંથી માટી નીકળે છે તે મોરબી આવે છે અને તેમાંથી અત્યારે ટાઈલ્સ બને છે પણ યુક્રેનમાંથી હાલમાં પણ માટી આવે છે તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળી ટાઈલ્સ તૈયાર થાય છે.

હવે યુક્રેન સાથે યુધ્ધ થયું તે પછીની અસર મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ થશે. જો કે, કેટલી અસર થશે તેનું અનુમાન એક મહિના પછી થઈ શકશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.