જો તમે શુક્રવારના દિવસે ભૂલથી પણ કર્યું આવું કામ તો સમજો આખુ જીવન પસ્તાવું પડશે…

જો તમે શુક્રવારના દિવસે ભૂલથી પણ કર્યું આવું કામ તો સમજો આખુ જીવન પસ્તાવું પડશે…

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઇ ને કોઇ દેવી દેવતાને સમર્પિત છે. આજનો એટલે કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે પરંતુ આજના દિવસે કેટલીક વસ્તુઓ ન કરવી જોઇએ.

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઇ જાય છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવી છે.

કેટલીક વસ્તુઓ છે જે કરવાથી તમારું જીવન સુધરી જાય છે અને કેટલીક વસ્તુઓ તમારુ જીવન દુઃખમયી કરી નાખે છે. તો આવો જાણીએ શુક્રવારે કઇ વસ્તુઓ ન કરવી જોઇએ.

માન્યતા છે કે શુક્રવારે ગયેલુ ધન ક્યારેય પાછુ આવતું નથી. આ દિવસે ઉધાર લેવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. માટે ભૂલથી પણ શુક્રવારે રૂપિયા ઉધાર લેવા કે આપવા ન જોઇએ.

શુક્રવારના દિવસે આ વાતનું વિશેષ ધ્યાન રાખો. આ દિવસે કોઇ પણ મહિલા, કન્યા કે કિન્નરનું અપમાન ન કરવું જોઇએ. આ વાત દરરોજ ધ્યાનમાં રાખવી જોઇએ પરંતુ શુક્રવારના દિવસે તો કોઇનું અપમાન ન કરવું. માનવામાં આવે છે કે મહિલાઓમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેમનું અપમાન કરવાથી માતા નારાજ થઇ જાય છે.

શુક્રવારના દિવસે ધ્યાન રાખો કે તે દિવસે નોનવેજ કે આલ્કોહોલનું સેવન ન કરવું જોઇએ. પૂર્ણ સાત્વિક આહાર લેવો જોઇએ.

શુક્રવારના દિવસે ક્યારેય પણ કોઇને ખાંડ ન આપવી જોઇએ. જ્યોતિષમાં ખાંડનો સંબંધ શુક્ર અને ચંદ્ર સાથે દર્શાવવામાં આવ્યો છે. શુક્રવારના દિવસે ખાંડ આપવાથી શુક્ર કમજોર થાય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *