સલામ છે આ દીકરીને, દસમા ધોરણમાં અભ્યાસ કરતી રાજકોટની આ દીકરી પરિવારને ટેકો કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી રસ્તા પર ચાની દુકાન ચલાવે છે.

હાલના ચાલી રહેલા સમયમાં આપણે ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણી મહેનત કરતી હોય છે. આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરીનું નામ નયના હતું, નયના રાજકોટના જેતપુરની રહેવાસી હતી, નયનાએ તેની નાની ઉંમરમાં જ પરિવારની જવાબદારી સંભાળવા માટે જે કર્યું હતું તે જોઈને આજે બધા લોકો તેને સલામ કરતા હતા.
નયના તેના પરિવારના લોકોને મદદ કરવા માટે અભ્યાસની સાથે સાથે કામ પણ કરતી હતી, નયના આજે તેના પરિવારનો દીકરો બનીને પરિવારની જવાબદારીઓ સંભાળી રહી હતી, નયના હાલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, નયના તેના અભ્યાસની સાથે સાથે તેના ગામથી દૂર એક ચાની કીટલી ચલાવીને પરિવારના લોકો માટે કમાણી કરતી હતી.
નયનાનો પરિવાર ખુબ જ મોટો હતો એટલે તેના પિતાથી તેમનો પરિવાર ચલાવવો ખુબ જ મુશ્કેલ હતો, તેથી નયનાએ તેના પિતાની મદદ કરવા માટે ચાની દુકાન ખોલી હતી, નયના ચા વેચવાનું કામ છેલ્લા પાંચ વર્ષથી કરી હતી, નયના ચા વેચવાની સાથે સાથે અભ્યાસમાં પણ ખુબ સારું ધ્યાન આપતી હતી, આથી આજે સમાજની બધી દીકરીઓને આ દીકરી પાસેથી જીવનમાં આગળ વધવાની શીખ લેવી જોઈએ.
આજે બધા લોકો નયનાના આ કામની હિંમતને જોઈને સલામ કરે છે, નયનાએ તેની દુકાન વિષે જણાવતા કહ્યું હતું કે હું આ દુકાન એકલી જ ચલાવું છું, આ દુકાન ચલાવવા માટે મને કોઈ પણ જાતનો ડર લાગતો નથી, આથી નયનાની દુકાન આગળથી આવતા જતા લોકો દીકરીના હાથની ચા પીને આનંદ લેતા હોય છે.
નયનાને શરુઆતમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને આજે આ દીકરી આ દુકાનમાંથી કમાણી કરીને પરિવારના લોકોને ટેકો કરતી હતી. નયનાના આ કામને જોઈને તેના માતાપિતા પણ તેમની દીકરી પર ગર્વ અનુભવી રહ્યા હતા.