કબજિયાતની દેશી દવા : પેટ સાફ ન થતું હોય તેઓએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધમાં આ વસ્તુ નાખી પી જવું…

નમસ્કાર દોસ્તો, દરરોજ મળશુદ્ધિ ન થવી તેને આપણે કબજીયાત કહીએ છીએ.સવાર-સવારમાં પેટ સારી રીતે સાફ ન થતું હોય, બે-ત્રણ વાર જવા છતાં પેટ સાફ થતું ન હોય, અથવા ઝાડા ખુલાસેથી ન થતાં હોય,એ માટે આજે આપણે દેશી ઉપાય જાણીશું.પેટ સાફ ન થાય એટ્લે કબજિયાત થાય છે,અને કહેવાય છે કે કબજિયાતથી શરીરમાં ઘણી બીમારીઓ ઉદભવે છે.
આ માટે તમારે સૌથી પહેલા ઘરે બનાવેલ દેશી ઘી લેવું.એમાં પણ દેશી ગાયનું ઘી હોય તો શરીર માટે અતિ ઉત્તમ છે.અને ખૂબ જ સારું પરિણામ મળે છે.આ દેશી ઘી કબજિયાત સિવાય માથાને લગતી અથવા યાદશક્તિ,રાત્રે પૂરતી ઊંઘ ન આવતી હોય,એ લોકો માટે પણ આ ઘી એક વરદાનરૂપ છે.
દરરોજની એક ચમચી ઘીનું સેવન શરીર માટે ફાયદાકારક છે.આ સિવાય ઘીના બે ટીંપા નાકમાં નાખવાથી અનિન્દ્રાની સમસ્યા દૂર થાય છે,આ સિવાય જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તેમના માટે પણ ઘી ખૂબ જ ઉપયોગી છે.દેશી ઘી એ એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ, એન્ટિ વાયરલ ગુણધર્મો ધરાવે છે.
કબજિયાતથી પીડિત લોકોએ શું કરવું ? દરરોજ રાત્રે સૂતા હોય એની ૧૦ મિનિટ પહેલા એક ગ્લાસ અથવા ૧૦૦ ml જેટલું દૂધ લેવું, એમાં પણ દેશી ગાયનું દૂધ હોય તો વધુ સારું, આ દૂધને ગરમ કરો, ગરમ થાય એટ્લે તેની અંદર એક ચમચી દેશી ઘી નાખવું, દૂધ ગરમ હશે એટ્લે દેશી ઘી એક મિનિટમાં ઓગળી જશે.ચમચી વડે હલાવતા રહો.
આ દેશી ઘી દૂધમાં મિક્સ થઈ જાય એટ્લે ગેસ બંધ કરી નીચે ઉતારી દો,ત્યારબાદ આ દૂધને ધીમે-ધીમે પી જાઓ.આ ઉપાય કરવાથી સવારે પેટ એકદમ સાફ થઈ જાય છે.
નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.