કેનેડામાં ભણવા ગયેલા 2,000 વિધાર્થીઓની બગડી હાલત, સેંકડો ભારતીય વિધાર્થીઓ સંકટમાં, પાછું આવવું પડશે…

કેનેડાના મોન્ટ્રિયાલ શહેરમાં આવેલી ત્રણ કોલેજો અચાનક બંધ થઇ જતા લગભગ 2,000 ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ લોકો ભારતના પંજાબ અને ગુજરાતના છે. લાખો રૂપિયાનો કરજો કરી એક સારા ભવિષ્ય માટે આ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા આવેલા છે.
આ ત્રણ કોલેજોમાં સીસીએસક્યૂ, સીડીઈ અને એમ કોલેજો છે. કોલેજોનું કહેવું છે કે કોરોનાના કારણે એમની આવકમાં ધરખમ ઘટાડો થઇ જવાથી એમને આ પગલાં લેવા પડ્યા છે.
આ કોલેજોએ એક સ્ટુડન્ટ પાસેથી 15,000 થી 29,500 ડોલરની ફી વસુલ કરી છે, જે ભારતના લગભગ 9 લાખથી લઇ 18 લાખ રૂપિયા થાય છે. આ સ્ટુડન્ટોએ કેનેડાના એજ્યુકેશન મંત્રી, ભારતના એમ્બેસેડર અને લોકલ એમપીને એક પિટિશન આપી છે. આ આખું પ્રકરણ હાલ કોર્ટમાં છે, તેથી પ્રકરણનો નિવેડો જલ્દી આવવાની શક્યતા નહીંવત છે.
ગુજરાતી ઈન કેનેડા નામનું ગ્રુપ સમય સમય પર ભારતમાં રહેતા સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓને સચેત રહેવાની સલાહ આપતું રહે છે. કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.
ભારતથી કેનેડા ભણવા આવવા માગતા સ્ટુડન્ટ અને તેમના વાલીઓને જણાવવાનું કે કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં જો તમારા કોઈ ઓળખીતા કેનેડામાં રહેતા હોય તો એમની પાસેથી શક્ય હોય એટલી માહિતી મેળવવી જોઈએ. કોલેજ અંગેની તમામ માહિતી મેળવી અને ત્યારબાદ જ પ્રવેેેશ પ્રક્રિયા, ફી વગેરે કાર્યવાહી કરવી જોઈએ.