દેવું વધી જતા યુવકે બંદૂકની અણીએ કાર મેળામાંથી કારની લૂંટ ચલાવી, લેટર લખીને આપી હતી ધમકી…

દેવું વધી જતા યુવકે બંદૂકની અણીએ કાર મેળામાંથી કારની લૂંટ ચલાવી, લેટર લખીને આપી હતી ધમકી…

સુરતના સરથાણા વિસ્તારમાં દીન દહાડે બંદૂકની અણીએ કાર મેળામાંથી બલેનો કારની લૂંટ ચલાવનાર લૂંટારુંને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક પિસ્તોલ અને 5 જીવતા કાર્ટુઝ સાથે ઝડપી પાડ્યો હતો. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. લૂંટના થોડા દિવસ બાદ લૂંટારુંએ ફરી મોબાઈલના વોટ્સ એપ પર એક લેટર લખી કાર માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી 50 લાખની ખંડણી માંગી હતી. લેટર પર બે જીવતા કાર્તિઝ પણ મુક્યા હતા. પોલીસે લૂંટ ચલાવનાર મનિષ સુનિલ નાયકને પાંડેસરાના કૈલાસ નગર ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગત 12 તારીખે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એક કાર મેળામાં દિન દહાડે અચાનક એક બુકાન ધારી યુવક કાર મેળામાં ગુસી કાર મેળાના માલિક પર બંદૂક તાકી એક કારની ચાવી માંગે છે. ગભરાઈ ગયેલા કાર માલિકે કારની ચાવી આપી દીધી હતી. લૂંટારું મોંઘી બલેનો કાર લૂંટી ફરાર થઈ ગયો હતો ઘટનાને લઈ સુરતની સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ લૂંટારુંને શોધવા તજ વીજ હાથ ધરી હતી.
ધોળે દિવસે બંદૂકની અળીએ લૂંટને લઈ સુરત પોલીસની શાખ દાવ પર લાગી હતી. ત્યારે પોલીસ ત્યાં લાગેલા સીસીટીવીના આધારે આરોપીને શોધવના પ્રયત્નો શરૂ કર્યા હતા. જ્યાં આજ રોજ આ જ સીસીટીવીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જે લૂંટ ચલાવનાર યુવક પાંડેસરાના કૈલાસ નગરમાં ફરી રહ્યો છે. પોલીસે આ જ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યાં તેની અંગ ઝડતી લેતા તેની પાસે એક દેશી પિસ્તોલ અને 5 જીવતા કાર્તિઝ પણ મળી આવ્યા હતા પોલીસે તેને ઝડપી વધું તપાસ હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીની પોલીસે વધુ પૂછપરછ કરતા તેણે માથે દેવું થઈ જતા આ લૂંટ ચલાવી હોવાનું પોલીસ સમક્ષ કબલ્યુ છે. તેણે જે કાર લૂંટી હતી તે કાર માં પેટ્રોલ ખલાસ થઈ જતા કામરેજના લાડવી ગામ પાસે મૂકી દીધી હોવાનું કબલ્યુ છે. ત્યારે ચોકવાનારો ખુલાસો તો એ થયો છે. લૂંટારુંએ સુરતમાં મોટી લૂંટને આપવાનો હતો અંજામ આ સમગ્ર લૂંટનો પ્લાન તેણે એક ડાયરીમાં લખ્યો હોવાનું કબલ્યુ છે જેમાં તે હવે કોને કોને ટાર્ગેટ કરવાનો છે.

પોલીસે ડાયરી શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પકડાયેલા લૂંટારુંએ ગત રોજ પણ જે કાર માલિકના મોબાઈલ પર એક લેટર લખી તેનો ફોટો મોકલી ધમકી આપી હતી કે 50 લાખ તુજે દેના પડેગા નહીં તો અબ કી બાર તુજે ખતમ કર દુગા. તેરે બીવી બચ્ચે કહા કહા જાતે હૈ વો ભી મુજે પતા હૈ આવું તેણે લેટર માં લખી કાર મેળા માલીક પાસે 50 લાખ ની ખંડળી માંગી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275