પંજાબમાં PM પર કોઈએ કાંકરી પણ નહોતી ફેંકી છતાં CM નું રાજીનામું માંગનારાઓ, અહીંયા દિન દહાડે દીકરીયુંના ગળા કપાય છે છતાં ચૂપ??

પંજાબમાં PM પર કોઈએ કાંકરી પણ નહોતી ફેંકી છતાં CM નું રાજીનામું માંગનારાઓ, અહીંયા દિન દહાડે દીકરીયુંના ગળા કપાય છે છતાં ચૂપ??

આ પાછા હીરોગીરી કરવા આવી ગયા, એમના કુટુંબના કાકા ની પણ હત્યા થઈ ગઈ, જે પોતાના પરિવાર ના માણસ ને સુરક્ષિત નથી રાખી શકતા એ હવે મોટી મોટી વાતો કરીને પાછા હોંશિયારી કરે છે. છેલ્લા ૨૪ કલાક મા ૩ હત્યા થઈ સુરત મા શું ધાડ મારી હર્ષ ભાઈ સંઘવી એ??

કિશન ભરવાડ ના હત્યારા ને હજુ પણ સજા નથી થઈ અને વાતો કરે છે ફાસ્ટ ટ્રેક કોર્ટની,,,ગુજરાત બુટલેગરો ના હવાલે

અઢી વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ભોગ બનનાર ગ્રીષ્મા ગજેરા હોય કે પાસોદરામાં જેમની બર્બતાથી હત્યા કરાઇ એ ગ્રીષ્મા વેકરિયા હોય. જેમનો કોઈ વાંક નથી એવી નિર્દોષ દીકરીઓ જ્યારે પણ કોઈ ઘટનાનો ભોગ બને છે ત્યારે હૃદય દ્રવી ઉઠે છે. ઘણી વાતો થાય છે. શ્રદ્ધાંજલિ, કેન્ડલમાર્ચ કે આવેદનપત્રો અપાય છે.

પરંતુ જ્યાં સુધી ગુન્હો કરનારને કાયદાનો ડર નહીં રહે ત્યાં સુધી ફક્ત પાત્રો અને નામો બદલાયા કરશે અને આવી ઘટનાઓ બનતી રહેશે. અપરાધીઓને કાયદાનો ડર નથી એટલે જ નાગરિકો એ ડર રાખવો પડે છે. ઘરથી લઈને દરેક ઘર સુધી દરેકે વિચારવાનો સમય આવી ગયો છે.

કોઈપણ ઘર હોય, પરિવાર, સમાજ, વિસ્તાર, શહેર, રાજ્ય કે રાષ્ટ્ર આવી ઘટના આપણા સહુ કોઈ માટે અત્યંત પીડાદાયક છે અને આવી ઘટનામાં કોઈપણ પ્રકારની એકબીજા પર વ્યક્તિગત આલોચના કર્યા વગર ગુનેગારને કેવી રીતે ઝડપથી સજા મળે અને જેમના મનમાં ગુન્હાની ભાવના છે એમાં ખૌફ ઉત્પન્ન થાય જેથી આવનારા ભવિષ્યમાં એકપણ દીકરી પર આવું કૃત્ય ના થાય એના માટેનાં કાયદાકીય રીતે સરકાર, સમાજ અને આજની યુવાપેઢી એ તમામ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ.

બીજી તરફ ગ્રીષ્માના ભાઈ ધ્રુવે નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે તેઅક્ષરશ: આ પ્રણાણ છે- મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે, ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવેલ હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહેલ કે, ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ તેમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published.