ધોરણ 11 માં ભણતી દીકરીને 6 માસનો ગર્ભ, પિતાને જાણ થતા મારી નાખવાનું કહ્યું- વાંચો સમગ્ર ઘટના…

ધોરણ 11 માં ભણતી દીકરીને 6 માસનો ગર્ભ, પિતાને જાણ થતા મારી નાખવાનું કહ્યું- વાંચો સમગ્ર ઘટના…

સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને એક વાલી તરીકે તમે પણ સાવચેત થઈ જશો અને તમારા બાળકની હર પળ ની ખબર રાખવા લાગશો. ખરેખર આ કીસ્સો સામે આવતા જ ઘણા લોકોની આંખો ફાટી ગઈ છે કે આવું તો કેવી રીતે શક્ય બને…

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરિવાર વસવાટ કરે છે અને તેમની 16 વર્ષની પુત્રી ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. પરિવારમાં એક નાનો ભાઈ છે. તેમજ તેના પિતા મિલમાં કર્મચારી તરીકે ફરજ નિભાવે છે. અમે યુપીથી સુરત રહેવા માટે આવેલા છીએ. આશરે 5 મહિના પહેલા હું ઘરે અને શાળા જતા વચ્ચે એક યુવકના પરિચયમાં આવી હતી.

ત્યારબાદ વિદ્યાર્થીનીએ યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હતી. તે યુવક મિલમાં જ નોકરી કરે છે. વિદ્યાર્થીની એ જણાવ્યું કે હું એ યુવકને ખૂબ જ પ્રેમ કરું છું. જો મારા પિતાને ખબર પડી જશે તો એ એને ખુબ મારશે.

એક દિવસ એ યુવતીને પેટમાં દુઃખાવો ઉપડતા તેને સિવિલમાં સારવાર અર્થે લાવ્યા હતા. જયાં તબીબોએ સગીરાની તપાસ કરતા તેને ૬ માસનો ગર્ભ હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપતા સૌ કોઈના મોતિય મારી ગયા હતા. જોકે ગર્ભ મિલમાં કામ કરતા પ્રેમીનો છે કે નહીં એ બાબતે યુવતીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

શુક્રવારે રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો તેથી તેને તરત જ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સોનોગ્રાફી કરતા તેમાં ૬ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તબીબોએ પુછતા તેણીએ જણાવ્યું હતુ કે મને ખબર જ નથી કે હું ગર્ભવતી ક્યારે બની ગઈ.

ડોક્ટરોએ તાત્કાલિક એમએલસી કરાવી પોલીસ જાણ કરી આગળની સારવાર શરૂ કરી છે. પીડિત સગીરાએ જણાવ્યું હતું કે મારા પિતા મારા ગર્ભથી અજાણ છે. એના પિતા ખુબ જ ગુસ્સાવાળા છે. મને નથી ખબર મારાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. જોકે હાલ પીડિત સગીરાના નિવેદન લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

યુવતીએ એના પરિવારને પોતાના આવી સ્થિતિ અંગે ગોળ-ગોળ જવાબ આપી રહી હતી તેથી સ્પષ્ટ જવાબ ન મળતાં પોલીસ અને પરિવાર મૂંજવણમાં મુકાયો છે. પોતે છ મહિનાની ગર્ભવતી હોવા અંગે પિતાને પણ જાણ કરી ન હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.