‘પપ્પા, મમ્મી અંકલ સાથે કપડાં વગર સૂતી છે’ દીકરાની વાત સાંભળતાં જ પિતા હચમચી ગયા, 4ની હત્યા કરી દોઢ કલાક લાશ પાસે જ…

લવ, સેક્સ ઔર ધોખા અને હવે એક પતિએ તેની પત્ની, બે બાળક અને વડસાસુની હત્યા કરીને અમદાવાદ શહેરમાં રીતસરનો હત્યાકાંડ સર્જાયો હતો. ઓઢવ વિસ્તારના વિનોદ મરાઠીને તેની પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણ દીકરાએ કરી હતી. પિતાને ફોન કરીને જણાવ્યું કે મમ્મી જેમની સાથે કામ કરે છે તેની સાથે નગ્ન થઈને સૂઈ ગઈ છે. આ સાંભળીને પિતા હચમચી ગયો હતો. તેણે મનમાં જ પત્ની અને તેના પ્રેમીને પતાવી દેવા માટે પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ 26મીએ વિનોદે પોતાના દીકરા ગણેશને શીખંડ લેવા માટે મોકલ્યો, જ્યારે દીકરીને વિમલ ગુટકા લેવા માટે મોકલી હતી. આ સમયે પત્નીની આંખે પાટા બાંધીને હું તને સરપ્રાઈઝ આપું એમ કહ્યું હતું. ત્યાર બાદ તેને છરી મારી દીધી હતી, જેમાં પહેલા પત્ની, ત્યાર બાદ દીકરા-દીકરીની અને છેલ્લે, વડસાસુની હત્યા કરી દોઢ કલાક સુધી લાશની પાસે બેઠો રહ્યો હતો.
પ્રેમીની હત્યા કરતાં ડર લાગ્યો એટલે પ્લાન કેન્સલ કર્યો
હત્યા બાદ વિનોદ મરાઠીએ ઘરમાં લોહીના ડાઘ સાફ કર્યા. થોડીવાર બાદ તેનાં સાસુ આવ્યાં અને બન્ને ઘરમાં જ કલાકો સુધી રહ્યાં, પણ કોઈને હત્યાની જાણ થઈ નહિ. આ તમામ બાબત પર પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવમાં વિનોદ પત્નીના પ્રેમીની હત્યા કરવા આવ્યો હતો, પણ ડરી ગયો એટલે હત્યા કરવાનું ટાળીને અન્ય શહેરમાં રહેવા માટે પ્લાન કર્યો હતો.વિનોદે પોલીસને જણાવ્યું હતું કે તેણે પત્નીની હત્યા કર્યા બાદ તેનાં બાળકોને કોણ સાચવશે એવો વિચાર આવ્યો અને તેણે બાળકોની પણ હત્યા કરી નાખી હતી. હજી આ પ્રકરણમાં અનેક પ્રશ્ન ઉકેલવાના બાકી છે.
પત્નીની હત્યા કરવા માટે જ ઓઢવ રહેવા આવ્યો હતો
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થયેલા હત્યા કેસમાં આરોપીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચે ઇન્દોરથી વિનોદ મરાઠીની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી હત્યા કર્યા પછી સુરત અને ત્યાર બાદ અલગ અલગ જગ્યાએ ભાગી રહ્યો હતો. પત્નીને છરીના ઘા મારી હત્યા કર્યા બાદ અન્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વનું છે કે નિકોલમાં જગ્યા નાની હતી, જેથી હત્યા માટે તે ઓઢવમાં રહેવા માટે આવ્યો હતો. પત્નીના આંખ પર પાટા બાંધીને સરપ્રાઇઝ આપવાનું કહી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીના છેલ્લા દોઢ વર્ષથી યુવક સાથે આડાસંબંધ હતા અને જેને લઈ હત્યા કરવાનું નક્કી કરેલું. નોંધનીય વાત તો એ છે, પત્નીના ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ(પ્રેમી) સાથે સંબંધ હતા, તેની પણ હત્યા કરવાનો પ્લાન હતો, પણ સક્સેસ જાય એ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
ઈન્દોરથી પરત આવતાં ઝડપાયો આરોપી
આ મર્ડરના ગુનામાં સંડોવાયેલો આરોપી વિનોદ મરાઠી આ ગુનો કર્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને મધ્યપ્રદેશથી તે પરત ગુજરાત તરફ આવવા માટે નીકળેલો છે, જે બાતમીના આધારે આ આરોપીને પકડવા મધ્યપ્રદેશ-દાહોદ બોર્ડર પરથી સરકારી એસ.ટી.બસમાંથી આ ગુનાના આરોપી વિનોદ મરાઠી( મૂળ હરિપુર ગામ, સાંગલી મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી અત્રે લાવી આ ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે કરી પત્ની-બાળકો અને વડસાસુની હત્યા?
પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતાં આરોપીએ જણાવેલું કે છેલ્લા દોઢેક વર્ષથી પોતાની પત્નીને અનૈતિક સંબંધ હોવાથી તેની સાથે આ બાબતે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા. જેથી પોતાની પત્ની પર શંકા રાખી તેની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું. 26મીના રોજ રાતના આઠેક વાગે ઘરમાં પડેલો છરો લઈ પોતાની પત્નીના બેડરૂમમાં જઈને તેના પર છરાના ઘા મારી દીધા હતા, જેથી પત્ની બૂમાબૂમ કરી લોહી લુહાણ થઈ નીચે ઢળી પડી હતી. ત્યાર બાદ રસોડામાં દીકરી તથા દીકરાને છરાના ઘા મારી દીધા હતા તથા પોતાની વડસાસુને પણ છરાના ઘા મારી દીધા હતા.
સાસુ પર દયા આવતાં છોડી દીધી હતી
ત્યાર બાદ પોતાની સાસુને પણ બોલાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનીપર દયા આવતાં તેમને કંઈ કર્યું ન હતું. આ હત્યા કર્યા પછી તેનું એક્ટિવા લઈ તેનાં સાસુને તેમના ઘરે ઉતારી છરો રસ્તામાં નાખી સુરત જતો રહ્યો હતો. ત્યાર બાદ સુરતથી પરત અમદાવાદ ગીતામંદિર આવેલો અને ત્યાંથી ઈંદોર જતો રહેલો. ઈંદોરથી પરત આવતાં દાહોદ એમ.પી.ની બોર્ડર પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. હાલ તેની સઘન પૂછપરછ ચાલુ છે અને ત્યાર બાદ ઓઢવ પો.સ્ટે. સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
કોલ-ડિટેલ્સ આધારે 4 શખસની અટકાયત
પોલીસની પ્રાથમિક તપાસ અને ટેક્નિકલ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક સોનલ અન્ય લોકોના સંપર્કમાં હતી અને તે અન્ય કોઇને પ્રેમ કરતી હતી. આમ, તેને આ હત્યાકાંડ સાથે કોઇ લેવાદેવા છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. એવામાં કોલ-ડિટેલ્સના આધારે પોલીસે ચાર જેટલા શખસની અટકાયત કરી છે. તેમની અલગ અલગ ટીમો સઘન પૂછપરછ કરી રહી છે. આમ, પ્રેમપ્રકરણમાં જ હત્યાકાંડ થયો હોવાનું હાલ તો સ્પષ્ટ માની શકાય તેમ છે.
મૃતક પરિણીતાની માતાનો પણ ગોળ ગોળ જવાબ
મૃતક સોનલની માતા કોલ કરતી હતી, પરંતુ તે કોલ ઉઠાવતી નહોતી ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘરે જઇ તાળું તોડી તપાસ કરતાં એમાંથી સોનલ, તેની નાની અને બે સંતાનની લાશ મળી હતી. કેસમાં પોલીસે સોનલની માતાની પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ તે પોલીસને સાચા જવાબો ન આપતી હોવાનું જણાઈ રહ્યું છે. એવામાં પોલીસ તેની સતત પૂછપરછ કરતાં તે ગોળ ગોળ જવાબ આપતી હોવાનું બહાર આવ્યું છે. મૃતક સોનલ અને તેના પરિવાર અંગે પણ સાસુ યોગ્ય જવાબ પોલીસને ન આપતાં પોલીસ આરોપીથી થોડે દૂર રહેતી અને આ કેસમાં રહસ્ય ખોલવામાં અટવાઇ રહી હોવાનું બહાર આવ્યું છે.
ચારે લાશનું પોલીસે ફોરેન્સિક પોસમોર્ટમ કરાવ્યું
ચારેની હત્યા કેવી રીતે અને કયા હથિયાર કે પછી કોઇ પીણું પીવડાવીને બાદમાં કરવામાં આવી છે એ સ્પષ્ટ થાય એ માટે પોલીસે ચારે મૃતકનું પીએમ ફોરેન્સિક પોસમોર્ટમ કરાવ્યું હતુ. પોલીસ આ કેસમાં નાની કડીઓ પણ તપાસ કરી રહી છે. તેવામાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હોવાથી એનો રિપોર્ટ પણ મોડો આવશે, એમ પોલીસ રટણ કરી રહી છે. જોકે પ્રાથમિક રિપોર્ટ પણ પોલીસ છુપાવી રાખતાં ચર્ચાનો વિષય બન્યો છે.