સોશિયલ મીડિયામાં પોતાની શિક્ષિકાનું ફેક ID બનાવી બીભત્સ લખાણ લખી શિક્ષિકાને બદનામ કરી…

સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પોરબંદરના એક તરૂણ છાત્રએ પોતાની પૂર્વ શિક્ષિકાનું ફેક આઇડી બનાવી બીભીત્સ લખાણ લખી શિક્ષિકાને બદનામ કર્યા અંગેની પોરબંદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સોશિયલ મીડિયા પર શિક્ષિકાના ફોટા અપલોડ કર્યા
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવાની હોડ લાગી છે ત્યારે પોરબંદરના એક શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આ શિક્ષિકાના સોશિયલ મીડિયામાં કોઈએ ફેક આઇડી બનાવી શિક્ષિકાના ફોટા અપલોડ કરી નીચે બીભીત્સ લખાણ લખી આ શિક્ષિકાને બદનામ કર્યા બાબતની ફરિયાદ પોલીસ મથકે કરી કરી હતી.
આરોપી શિક્ષિકાનો પૂર્વ વિદ્યાર્થી નીકળ્યો
સાયબર ક્રાઇમ ઓફિસના તપાસ અધિકારી કે.આઈ. જાડેજાએ તપાસ કરી, માહિતી મંગાવી નંબર મેળવી ઓળખ કરતા જાણવા મળેલ કે આ શિક્ષિકાના પૂર્વ વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા આ પગલું ભર્યું હતું. આ વિદ્યાર્થી માત્ર 16 વર્ષની ઉંમર ધરાવે છે. તેની સામે તપાસ કરી આ તરૂણ છાત્રને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવશે.