અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે દોષીઓને સજા સંભળાવી દીધી, 49માંથી 38 દોષીઓને ફાંસીની સજા…

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે દોષીઓને સજા સંભળાવી દીધી, 49માંથી 38 દોષીઓને ફાંસીની સજા…

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે દોષીઓને સજા સંભળાવી દીધી છે. 49 દોષીઓમાંથી 38 દોષીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે બાકીના 11દોષીઓને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. દેશમાં પહેલીવાર એવું થયું છે, જ્યારે એક જ કેસમાં આટલી મોટી સંખ્યામાં દોષીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય. 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 8 ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટે આ તમામને દોષી જાહેર કર્યા હતા અને 28 આરોપીઓને નિર્દોષ છોડી દીધા હતા. આ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 13 વર્ષથી સુનાવણી ચાલી રહી છે.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 78 આરોપી હતા. એક આરોપી પછી સરકારી સાક્ષી બની હયો અને આ કારણે કુલ 77 આરોપી બન્યા હતા. 13 વર્ષ ચાલેલી સુનાવણી દરમિયાન 1163 સાક્ષીઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ અને કાયદાકીય એજન્સીઓએ 6000થી વધુ પુરાવા રજૂ કર્યા હતા.

અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે 6752 પેજના ફેસલામાં 49 આરોપીઓને દોષી ઠેરવ્યા છે, જ્યારે 28ને પુરાવાના અભાવે છોડી દીધા હતા. આવું દેશમાં પહેલીવાર થયું છે, જ્યારે એકસાથે 49 આરોપીઓને આતંકવાદના આરોપમાં દોષી ઠેરવાયા હોય. દોષીઓને IPSની કલમ 302 અને UAPA અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા છે.

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં સાંજે 6.45 કલાકે પહેલો બોમ્બ ધડાકો થયો હતો. આ ધમાકો મણીનગરમાં થયો હતો. મણીનગર આ સમયે નરેન્દ્ર મોદીનું વિધાનસભા ક્ષેત્ર હતું. ત્યાર બાદ 70 મિનિટ સુધી 20 ધમાકા થયા હતા, જેમાં 56 લોકોનો જીવ ગયો હતો અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બોમ્બ ધમાકા ઈન્ડિયન મુઝાહિદ્દીને 2002મા ગોધરા કાંડનો બદલો લેવા માટે કર્યા હતા.

આતંકીઓએ ટિફિનમાં બોમ્બ રાખીને તેને સાઇકલ પર રાખી દીધા હતા. ભીડભાડ અને માર્કેટની જગ્યાઓ પર ધમાકા થયા હતા. આ ધમાકામાં ઈન્ડિયન મુઝાહિદ્દીન અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાથી જોડાયેલા આતંકી શામેલ છે. ધમાકાના 5 મિનિટ પહેલા આતંકીઓએ ન્યૂઝ એજન્સીઓને એક મેઇલ પણ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, જે કરવું હોય તે કરી લો, રોકી શકો તો રોકી લો.

14 વર્ષની લાંબી લડત બાદ મળ્યો ન્યાય

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.