ચીનમાં કોરોના ફરી ડરાવી રહ્યો છે, ખૂબ ઝડપથી સંક્રમણના કેસ વધી રહ્યા છે, શાંઘાઈમાં આજથી કડક લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે…

ચીનમાં કોરોના ફરી ડરાવી રહ્યો છે, ખૂબ ઝડપથી સંક્રમણના કેસ વધી રહ્યા છે, શાંઘાઈમાં આજથી કડક લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે…

ચીનમાં કોરોના વાઈરસના કેસ ફરી વખત ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. ચીનના મહાનગર શાંઘાઈમાં પણ અત્યંત ઝડપથી વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી આ શહેરમાં આજથી તબક્કાવાર રીતે લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે નવેસરથી કોરોના વાઈરસની સર્જાયેલી સ્થિતિમાં અત્યારે ચીનમાં શાંઘાઈ કોરોના હોટસ્પોટ બન્યું છે. આ શહેરમાં શનિવારે 2,676 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં આશરે 18 ટકા કેસ વધારે છે. આ અગાઉ ગુરુવારે 1,609 અને શુક્રવારે 2,267 કેસ સામે આવ્યા હતા. જ્યારે રવિવારે કોરોનાના કેસનો આંકડો 4500ને પાર પહોંચી ગયો છે.

કોરોના હોટસ્પોટ બન્યું શાંઘાઈ
ચીનનું શહેર શાંઘાઈ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. ચીનના કેટલાક શહેરોમાં કોરોનાને લીધે અગાઉથી જ લોકડાઉન લાગી ચુકેલુ છે. આ સંજોગોમાં હવે શાંઘાઈમાં બે તબક્કામાં 28 માર્ચથી 5 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન સમયે જાહેર પરિવહન સેવા, ટેક્સિ તથા શહેરની સબવે સિસ્ટમ પણ બંધ રહેશે. હવાઈ સેવા કે રેલવે સેવા પર આ લોકડાઉનની કેટલી અસર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

શાંઘાઈને બે ભાગમાં વહેચવામાં આવશે

શાંઘાઈ સરકારે જણાવ્યું હતું કે તેઓ આશરે 2.6 કરોડની વસ્તી ધરાવતા શહેરમાં ટેસ્ટીંગ માટે બે ભાગમાં વિભાજીત કરવામાં આવશે. હુઆંગપુ નદીની પૂર્વ બાજુ અને તેના પશ્ચિમ ભાગમાં તબક્કાવાર રીતે લોકડાઉન લગાવવામાં આવશે. શહેરના એક ભાગમાં 28 માર્ચથી 1 એપ્રિલ સુધી જ્યારે બીજા ભાગમાં 1લી એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન લોકડાઉન તથા ટેસ્ટીંગને કામગીરીને વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવશે.

ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ રહેશે

આ ઉપરાંત તમામ કંપનીઓ તથા ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરવામાં આવશે. શહેરની અંદર હોય કે પછી શહેરની બહાર તમામ સંસ્થા બંધ રહેશે. ખાદ્ય ચીજવસ્તુના પુરવઠાને લગતી સેવાને યથાવત રાખવામાં આવશે. ​​​​​​​

ચીનમાં વેક્સિનની અસર ઓછી રહી

હોંગકોંગ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચીનમાં વિકસિત કોરોના વેક્સિન SinoVac ઓમિક્રોન સામે એન્ટીબોડી વિકસિત કરવામાં ધારી સફળતા મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે SinoVacની બે વેક્સિન લેનાર પણ તેનાથી બચી શક્યા નથી. વર્ષ 2021 સુધી ચીનની 1.6 અબજ વસ્તીને 2.6 મિલિયનથી વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.​​​​​​​

સંપૂર્ણ લોકડાઉન કરવાનો ઈન્કાર

ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચીને શાંઘાઈમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. શાંઘાઈ વૈશ્વિક શિપિંગ હબ છે. જો અહીં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવામાં આવશે તો તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275