સોખડા મંદિરનો વિવાદ ફેલાયો આખા રાજ્યમાં, 50 સંતોના ફોન આવે છે સ્વિચ ઓફ અને દરેક સંતોને મંદિર બહાર જવાની ફરમાવી દીધી મનાઈ…

સોખડા મંદિરનો વિવાદ ફેલાયો આખા રાજ્યમાં, 50 સંતોના ફોન આવે છે સ્વિચ ઓફ અને દરેક સંતોને મંદિર બહાર જવાની ફરમાવી દીધી મનાઈ…

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતોને મંદિરની બહાર જવા માટે સખત મનાઈ કરી દેવામા આવી છે. જોકે થોડાક ખાસ અને વિશેષ હરિભક્તોને જ અત્યારે મંદિરની અંદર જવા માટે એન્ટ્રી આપવામા આવી રહી છે. બીજી બાજુ બંને જૂથના ૫૦ જેટલા સંતોના ફોન પણ સ્વિચ ઓફ કરી દેવડાવવામા આવ્યા હોવાનું હરિભક્તોએ કહ્યું હતું.

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સૂત્રોના કહ્યા પ્રમાણે, મંદિરના સેવક અનુજ ચૌહાણના ઘરે તેમના પિતા અને દાદાને સમજાવવા માટે પણ દરરોજ સવારથી રાત સુધી ઘણી ગાડીઓ આવે છે. તેમજ પરિવારને અનુજ દ્વારા કરવામા આવેલી ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવતું હોવાની ચર્ચા થઈ રહી છે.

મામલો થાળે પડે તે માટે શહેરના ભાજપના નેતા પણ સમાધાન માટે પ્રયાસ કરી રહ્યા છે: હિંદુ ધર્મ બાબતેની જ્યાં વાત આવે ત્યા ભાજપ અને સોખડા સ્વામીનારાયણ સંપ્રદાય એક મંચ જ પર જોવા મળે છે. તેવામા સોખડા સ્વામિનારાયણ મંદિરમા સંતો દ્વારા સેવકને માર મારવાની ઘટના પછી આખો મામલો વધારે ઉચાડ્યો હોવાથી શહેરના ભાજપના ઘણા નેતાઓ હવે બંને પક્ષે સમાધાન કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમાં ભાજપના ઘણા અગ્રણી નેતાઓ દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી અને તે બંનેના જૂથના સંતોને મળીને મામલો થાળે પડે તેવા પ્રયાસ કરી રહ્યા છે.

અનુજ ચૌહાણનો ૨ દિવસથી ખાલી ફોનથી સંપર્ક કરે છે: સોખડા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી મારામારીની ઘટનામા હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. જોકે અરજીના આધાર પર પોલીસ તપાસ થઈ રહી છે. પોલીસ દ્વારા અરજદારના ગ્રાઉન્ડ ક્લીયરન્સ પછી જ માર મારનારા ૪ સંતોની પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ અનુજ ચૌહાણ બે દિવસથી પોતાના ઘરે નથી તેવું પોલીસને જાણવા મળ્યું છે. અનુજ ખાલી ફોન પરથી જ પોલીસનો સંપર્ક કરી રહ્યો છે. બે દિવસ પછી અનુજ પોતાનો જવાબ કહેવા માટે પોલીસ સામે હાજર થશે તેમ પોલીસના સૂત્રોએ કહ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *