યુવાધનને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો થયો પર્દાફાશ, જુઓ આટલા મોંઘા ડ્રગ્સ સાથે ઝડપાયા બે આરોપી…

યુવાધનને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો થયો પર્દાફાશ, જુઓ આટલા મોંઘા ડ્રગ્સ સાથે ઝડપાયા બે આરોપી…

દિવસે ને દિવસે રાજ્યમાં નશાના કેસોમાં ખુબ વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે અનેક દેશો અવનવા પેતરા કરી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત ATS અને અન્ય એજન્સીઓના સહયોગથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે, ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી MD ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઓઢવ નજીકથી પકડાયો છે. SOGની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને રાજસ્થાનના હોવાનું સામે આવતા વધુ પુછપરછ હાથ ધરી છે.

મહત્વનું છે કે પકડાયેલ આરોપીઓને ડ્રગ્સ અમદાવાદમાં આપવાના 2 લાખ મળવાના હતા. આ વિશે મળતી માહિતી પ્રમાણે, SOGની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમણા નામ મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર બંને મૂળ ડૂંગરપુર રાજસ્થાન રહેવાસી છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ પૈસાની લાલચે આ ખેડૂતો ડ્રગ કેરિયર બનીને અમદાવાદ MD ડ્રગ્સ સપ્લાય કરવાના હોવાની બાતમી મળતા SOGની ટીમ વોચમાં હતી.

આ દરમિયાન ચોક્કસ હકીકતના આધારે SOGની ટીમે બન્ને શખ્સોને સોનીની ચાલી નજીકથી ઝડપી લીધા હતા. કારમાં આવેલા આરોપી મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જ અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યુ છે. SOGની ટીમે પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ જે કાર લઇને આવ્યા હતા તે કાર પણ માત્ર એમડી ડ્રગ્સ હેરાફેરી કરવા માટે જ ઉપયોગમાં લેવાઇ હતી.

હાલ તો એમની 238.400 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કબજે કરાએલ MD ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત 23.84 લાખ રૂપિયા હોઈ શકે છે. પકડાયેલા બંને આરોપીઓ પહેલી વખત જ ગુનાખોરીમાં સંડોવાયેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે.

અગાઉ ડ્રગ્સ મહારાષ્ટ્ર માંથી ગુજરાત બોર્ડર પર ઘુસાડવામાં આવતું હતું ત્યારે રાજસ્થાનનો નવો રૂટ ડ્રગ્સની હેરાફેરી તરીકે શરૂ થયા હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ખેડૂતોએ પણ પૈસાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની રહ્યા હોવાનું આ કેસમાં સામે આવતા ડ્રગ્સ ડિલર્સ ને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275