અમદાવાદ અને જામનગરની સુખાકારી વધારવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય…

અમદાવાદ અને જામનગરની સુખાકારી વધારવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ તેમજ જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કાર્યો માટે 739 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય વિકાસ કર્યોમાં અમદાવાદને 238 જેટલા કાર્યો 736.10 કરોડ રૂપિયા જ્યારે જામનગર મહાનગરને 2.72 કરોડ રૂપિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફાળવવામાં આવ્યા છે. આમ અમદાવાદ અને જામનગર એમ ગુજરાતના બે મહાનગરોમાં આતંરમાળખાકીય વિકાસના કર્યો માટે 738.82 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને જામનગર એમ બંને મહાનગરપાલિકાઓએ અનેક આંતરમાળખાકીય વિકાસ કાર્યો માટે શહેરી વિકાસ વિભાગ મારફતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વર્ષ 2021-22 માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના 217 જેટલા વિકાસના કાર્યો માટે 567.76 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ, એસ.ટી.પી, ડ્રેનેજ, તેમજ સુએઝ નેટવર્ક, જુદા જુદા 7 ઝોનમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, બોરના કામ, પાણીની લાઇન, થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ તેમજ રોડ રિસરફેસીંગ જેવા અનેક વિકાસના કાર્યોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સામાજીક આંતરમાળખાકીય વિકાસ માટે મેડિકલ ઈકવિપમેન્ટ્સની ખરીદી, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, હોસ્પિટલ બિલ્ડીંગ, કોવિડ 19 સંલગ્ન ICU બેડ, કોમ્યુનિટી હોલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર જેવા 19 જેટલા કાર્યો માટે 162.84 કરોડ રૂપિયા અમદાવાદ મહાપાલિકાને ફાળવ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે અર્બન મોબિલીટીના કામો અન્વયે 5.50 કરોડ રૂપિયા બે કાર્યો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવ્યા છે.

મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને 238 જેટલા વિકાસના કામો માટે 736.10 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમજ જામનગર મહાનગરપાલિકાને પણ સીએમ ભુપેન્દ્ર પટેલે આંતરમાળખાકીય વિકાસ કાર્યો માટે 2.72 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.