છાતીમાં દુઃખાવો થવો અને ચક્કર આવવા હોઈ શકે છે લો BPના લક્ષણો,એમાંથી છુટકારો મેળવવા કરો આ 1 વસ્તુનો ઉપયોગ

છાતીમાં દુઃખાવો થવો અને ચક્કર આવવા હોઈ શકે છે લો BPના લક્ષણો,એમાંથી છુટકારો મેળવવા કરો આ 1 વસ્તુનો ઉપયોગ

ખોટી ખાનપાનની આદતો અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે આજના સમયમાં બ્લડપ્રેશરની સમસ્યા ખૂબજ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. લો બ્લડપ્રેશરની સમસ્યાના મુખ્ય લક્ષણ છે ચક્કર આવવા, બેહોશી, થાક અનુભવવો, શ્વાસ લેવામાં તકલિફ પડવી વગેરે છે. આવા લોકોએ બ્લડપ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવા કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેની જાણકારી હોવી જરૂરી છે. ઘણાં લોકો ફક્ત હાઈબ્લડપ્રેશરને જ ખતરનાક સમજે છે. પરંતુ લો બ્લડપ્રેશર પણ એટલું જ ખતરનાક છે. શરીરમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણના થવાને કારણે લો બ્લડપ્રેશરની સમસ્યા પેદા થાય છે.

ભાગદોડવાળી અનિયમિત જીવનશૈલીમાં દરેકને કોઈને કોઈ સમસ્યા રહે છે. તેના કારણે લો BPની સમસ્યા સર્જાય છે. લો બીપી એટલે કે હાઈપોટેંશન પણ ખતરનાક હોઈ શકે છે. જો તમારું બીપી 90-60ની વચ્ચે રહે છે તો તમને લો બીપીની સમસ્યા રહે છે. જેમાં તમને ચક્કર આવવા, હાર્ટબીટ ઘટવી, ઝાંખું દેખાવવું વગેરે સમસ્યાઓ રહે છે. મોટાભાગના લોકો ફક્ત હાઈ બીપીને જ ખતરો માને છે. પરંતુ લો બીપી પણ નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે તમને આવી સમસ્યા રહેતી હોય ત્યારે તમારે તરત જ કોફીનું સેવન કરવું જોઈએ. તે તમને તરત જ લાભ આપશે.

કોફી લો બીપીને તરત જ કંટ્રોલ કરવું હોય તો કોફીનું સેવન લાભદાયી રહે છે. તે એક સારો વિકલ્પ હોઈ શકે છે. કોફીમાં રહેલું કેફીન બીપીના લેવલને નોર્મલ કરવામાં મદદ કરે છે. સીમિત પ્રમાણમાં કોફી પીવાથી લાભ થાય છે.પરંતુ તેનું વધારે પડતું સેવન પણ ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જે છે.સતત પાણી પીતા રહો ગરમીની સીઝનમાં બીપી લો રહેવાની સમસ્યા વધારે રહે છે. કારણ કે પરસેવાની મદદથી શરીરમાંથી મીઠું બહાર નીકળી જાય છે. એવામાં ડોક્ટર્સ હાઈડ્રેટ રહેવાની સલાહ આપે છે. લો બીપીની સમસ્યાથી પીડિત લોકોએ રોજ 8-10 ગ્લાસ પાણી પીવું.

સોડિયમ યુક્ત ખોરાક વધારો લો બીપીના દર્દીએ શરીરમાં સોડિયમ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું. તે ખૂબ જ જરૂરી છે. દર્દીને મીઠા વાળું પાણી આપવું યોગ્ય રહે છે. તેમાં સોડિયમ હોય છે તે બીપી વધારવામાં મદદ કરે છે. લો બીપી સમયે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું નાંખીને પીવાથી રાહત મળશે. આ સિવાય ખાંડ અને પાણી પણ પીવડાવી શકો છો.

કાર્બોહાઈડ્રેટ્સનું સેવન ઘટાડો કાર્બોહાઈડ્રેટ્સ પેટમાં જઈને બ્રેક ડાઉન કરે છે. તેનાથી કાર્બ્સ સરળતાથી પચી જાય છે. બીપીનું લેવલ તેનાથી ઘટી શકે છે. દર્દીઓ માટે ખતરનાક હોઈ શકે છે. એવામાં દર્દીઓએ તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ.દર્દીએ ડાયટમાં સૂકી દ્રાક્ષને સ્થાન આપો લો બ્લડપ્રેશરના દર્દીઓએ ખોરાકમાં આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. સૂકી દ્રાક્ષમાં વિટામિન્સ અને એન્ટીબોડી ખૂબજ મોટી માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં બ્લડના ફ્લોને યોગ્ય રાખે છે. લો બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાના ડાયટમાં સૂકી દ્રાક્ષને રાખવી જોઈએ.

મીઠાવાળી વસ્તુઓનું સેવન વધારો લો બ્લડ પ્રેશરને વધારવા માટે મીઠાનું સેવન પણ વધારે કરવું જોઈએ. વધુ સોડિયમ યુક્ત વસ્તુનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશરને વધારી શકાય છે. લો બ્લડ પ્રેશર દર્દીઓએ પોતાના ડાયટ – ખોરાકમાં વધુ મીઠાવાળી વસ્તુઓને ઉમેરવી જોઈએ.બદામયુક્ત દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે લો બ્લડ પ્રેશરના દર્દીઓએ બદામયુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. બદામયુક્ત દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ સાથે જ લો બ્લડપ્રેશરના દર્દીએ દરરોજ 5થી 6 બદામ પણ ખાવી જોઈએ.

રોજના 5થી 6 તુલસીના પાન ખાવા લો બ્લડપ્રેશરના દર્દીઓને તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તુલસીના પાનમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન મોટી માત્રામાં હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે સહાયક હોય છે. લો બ્લડપ્રેશરના દર્દીઓએ રોજના 5થી 6 તુલસીના પાન ખાવા જોઈએ.સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જવો અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે.

ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવો. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. એ પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખી દો. ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી રાખો.અવારનવાર બીપી લો થવાનાં કારણો ડિહાઇડ્રેશન ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.એનિમિયા શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.

હૃદયના રોગો હાર્ટઅટેક હાર્ટફેલ્યર હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.અન્ય કારણો ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.