હત્યા પહેલાનું હત્યારા ફેનીલ ગોયાણીનો કોલ રેકોર્ડીંગ વાયરલ થયું..!! જાણો શું વાત થઈ હતી?

હત્યા પહેલાનું હત્યારા ફેનીલ ગોયાણીનો કોલ રેકોર્ડીંગ વાયરલ થયું..!! જાણો શું વાત થઈ હતી?

ગ્રીષ્માની હત્યાને લઇને એક પછી એક અનેક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ગ્રીષ્માની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે.ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલે પોતે પણ આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી , જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારે હવે તેને હોસ્પિટલમાંથી રજા મળતાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.

આ સીવાય ફેનિલ સ્ટેટમેંટ આપ્યું હતું કે, તે બંને એક બીજાને પ્રેમ કરતા હતા. જ્યારે યુવતીના પરિવારે એક તરફી પ્રેમનું કહ્યું હતું. હાલમાં આ વાત સામે આવી છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક રેકોર્ડિંગ વાયરલ થઇ રહ્યું છે, આ રેકોર્ડિંગમાં ફેનિલ તેના મિત્ર સાથે ઘટના બન્યા એ પહેલાના સમયગાળામાં વાત કરી રહ્યો છે. આ રેકોર્ડિંગ જ્યારે તમે સાંભળશો ત્યારે તમેં પણ ચોકી જશો. હાલમાં આ રેકોર્ડિંગ અંગે કોઈ પુષ્ટિ નથી થઇ પરંતુ સોશિયલ મીડિયામાં ફેનિલનો છેલ્લો રેકોર્ડિંગ તરીકે વાયરલ થઇ રહ્યું છે.

રેકોર્ડિંગમાં લાગી રહ્યું છે કે, તેના મિત્ર સાથે વાત કરી રહ્યો છે, જેમાં તે કહે છે કે,પાંચ છ જણા મોટી ગાડી લઈ ને મારા ઘરે આવ્યા હતાં.મારા પપ્પા વચ્ચે આવતાં તેમના હાથ પર વાગી ગયું હતું અને લોહી નીકળ્યું હતું તેમજ મને મેસેજ કરવાની ના પાડી તો મેં મેસેજ બંધ કરી દીધા હતાં અને એના પણ મેસેજ ન્હોતા આવ્યા.અનેપછી હું બહાર જતો ને તો મને મારવા આવતાં હતાં તેમજ મોટા વરાછા પાસે મારી ગાડી ઠોકવાની કોશિશ કરી હતીસામે ત વાત કરનાર વ્યક્તિ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે.

ફેનિલ કહે છે કે, હું એના ઘરે જાઉં છું એને પતાવી ને હું દવા પી જવાનો છું.હું એના ઘરે જઈ ને એને મારી નાખીશું અને એ મારી પાછળ પડી છે તેમજ મારી લાઈફ બગાડી દીધી છે. તેના મિત્રએ તેને વારંવાર ની સમજાવટ છતાં ફેનીલ માન્યો ન હતો. અને ફેનિલ કહ્યું કે, ગ્રીષ્મા પાસે મારા આઈડી પાસવર્ડ હતાં એટલે એણે એ રીતે ના મેસેજ કરી ને સ્ક્રીનશોટ ફેમિલી ને બતાવ્યા.મને નથી ખબર કે એણે મેસેજ માં શું લખ્યું હતું.મારે કેસ નથી કરવો હું કેસ કરીશ તો મારે ફસાવવાનું આવશે.

આ તમામ વાતો ઘટના બની એ પહેલા ની છે, હવે આખરે હકીકત શું છે, એ તો તમામ પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે. હાલમાં ફેનિલ પોતાનુઁ સ્ટેટમેન્ટ આપતા આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે અને આ રેકોર્ડિંગ પણ કંઈક અલગ જ વાત જણાવી રહ્યું છે, ત્યારે હકીકત શું છે તે તો આગળ તમામ તપાસ થયા બાદ જાણવા મળશે. કથીત વાયરલ રેકોર્ડીંગ ની પુષ્ટી ગુજરતી અખબાર કરતુ નથી આ રેકોર્ડીંગ કેટલું સાચુ કે ખોટું એ તપાસ બાદ ખબર પડશે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275