પ્રેમી-પ્રેમિકાએ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાધો, આ ઘટના જોઈને ગામની અંદર ભારે દોડધામ મચી ગઇ…

પ્રેમી-પ્રેમિકાએ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાધો, આ ઘટના જોઈને ગામની અંદર ભારે દોડધામ મચી ગઇ…

મહેસાણા તાલુકાના નુગર ગામે ઠાકોરવાસમાં રહેતા પ્રેમીપંખીડાએ પરિવારજનો સાથે જીવવા-મરવાના કૌલ પુરા થવા નહીં દયે તેમ જણાતાં મધરાત્રે ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.મહેસાણા તાલુકાના નુગર ગામે બસ સ્ટેશન નજીક રોડ પર વહેલી સવારે વોકીંગમાં નીકળેલા યુવાનો ઝાડ પર યુવાન અને યુવતીની લાશ લટકતી હોવાની સરપંચને જાણ કરી હતી.

એથી ગામના સરપંચે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી અને પોલીસ કંટ્રોલરૂમે તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જેના પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નુગર ગામે રહેતા અને ખેતી તથા ડ્રાઇવીંગનું કામ કરતા ઠાકોર રાયમલજી રૂપસંગજીનો પુત્ર ચેતન ઠાકોર હોવાનું અને મૃતક યુવતી ઠાકોર અરવિંદજી ઝાલાજીની પુત્રી મનીષા ઠાકોર હોવાનું ખુલ્યું હતું.

એક જ મહોલ્લામાં રહેતા અને શેઢા પાડોશી ચેતન અને મનીષા વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસબંધ બંધાયો હતો પરંતુ તેમના પરિવારને જાણ થતા તેઓએ વિરોધ કરી સમાજના આગેવાનોની મધ્યસ્થીથી બન્ને પરિવારોઓ સમાધાન કરી ચેતન અને મનીષાએ એકબીજાને મળવું નહીં તેવું નક્કી કર્યું હતું. ત્યારબાદ અરવિંદજી ઠાકોરે પોતાની પુત્રી મનીષાની અન્યત્ર સગાઇ કરી નાખતા બન્ને પ્રેમીપંખીડાઓને સમાજ એક નહીં થવા દયે તેમ જણાતા મંગળવારે રાત્રે પરિવારજનો સુઇ ગયા બાદ મધરાત્રે ઘેરથી નિકળી ઝાડ પરલટકી ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. પીએસઆઇ પટેલ અને સ્ટાફે ચેતન અને મનીષાના મૃતદેહનું પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

શંકાસ્પદ જણાતા બનાવમાં આપઘાત હોવાનો દાવોચેતન અને મનીષા જમીનથી ઉંચે ઝાડ પર કેવી રીતે લટકયા ? પોલીસના દાવા પ્રમાણે ઝાડ પર ચડી ગળાફાંસો ખાઇ સીધા શરીરને નીચે ફંગોળ્યાની થીયરી પણ અનેક સવાલો ઉઠાવે છે. કેમ કે દુપટ્ટો ગળામાં બાંધીને કોઇપણ વ્યક્તિ લટકી જાય તો ઝાડ પરથી નીચે ફંગોળાતી વખતે ઝાડની ડાળી અને દુપટ્ટા બન્ને વજન આવવાની પુરી શકયતા છે અને તેના કારણે તે તૂટી પણ શકે તેમ હોય છે ત્યારે આમાં તેવું કેમ ન થયું? ગળાફાંસો ખાધા બાદ ચેતન અને મનીષાએ તરફડિયા માર્યા હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહી. આ સમયે કોઇ નિકળ્યુ નહી હોય તે બાબત પણ આશ્વર્ય જન્માવે તેવી છે. આ પ્રકરણમાં જો પોલીસ ઉંડી તપાસ કરે તો કદાચ નવા સમીકરણો બહાર આવવાની શકયતા નકારી શકાય નહી.

આજે દિવસે ને દિવસે સમગ્ર રાજ્યભરની અંદર આત્મહત્યા કિસ્સાઓમાં ખૂબ જ વધારો થવા લાગ્યો છે. ઘણી વખત તો લોકો નજીવી બાબતોને ધ્યાનમાં લઈને પોતાના જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ લોકોને સમજવું જોઈએ કે, પરિસ્થિતિનો છેલ્લો રસ્તો જીવન ટૂંકાવવા નથી. તે પરિસ્થિતિને આપણે ખૂબ જ સારી રીતે સામનો કરીને પણ તે મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. આજે આત્મહત્યાનો એક કિસ્સો મહેસાણા થી પણ સામે આવ્યો છે.

ખરેખર મહેસાણા ની અંદર આવેલા નુગર બાયપાસ પાસે, આજે વહેલી સવારે એક યુવક અને યુવતી ની લાશ હાઇવે ની પાસે આવેલા એક ઝાડની ઉપર લટકતી હાલતમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, યુવક અને યુવતીની આવી હાલત જોઈને આ ગામની અંદર ભારે દોડધામ મચી ગઇ છે. તેમજ આ સમગ્ર ઘટનાની જાણકારી આસપાસના સ્થાનિક લોકોને થતાં, તેઓ તાત્કાલિક ધોરણે હાજર થયા હતા, તેમજ વહેલી સવારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

વાત કરીએ તો જે ગામની નજીક આ સમગ્ર ઘટના બની છે, તે ગામના સરપંચ એ પોલીસ ને જાણ કરતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે હાજર થઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ યુવક અને યુવતીએ આવું પગલું શા માટે ભર્યું હશે તેની ઉપર પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે.

મહેસાણા તાલુકાની અંદર આવેલા પોલીસ મથકની હદમાં, નુગર બાયપાસ અને મોઢેરા હાઇવે ની પાસે, સવારે સાત વાગ્યાની આસપાસ, કેટલાક લોકો સવાર સવારમાં હલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તે લોકોએ હાઇવે ની નજીક એક ઝાડની ઉપર યુવક અને યુવતી ની લાશ લટકતી હાલતમાં જોવા મળી હતી. તેમજ આ સમગ્ર ઘટનાની જાણકારી નુંગર ગામ ના સરપંચ ની સત્તા ત્યાં પોલીસ કંટ્રોલ ની અંદર જાણકારી આપી હતી.

સરપંચ ની જાણકારી આવ્યા પછી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, નુગર ગામની અંદર રહેતા ઠાકોર મનીષા , તેમજ ઠાકોર ચેતનજી ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આ પ્રેમસંબંધ ની જાણકારી થોડા સમય પહેલા બન્નેના પરિવારના થતા, પરિવારના લોકોએ તેમના સમજાવવાની ઘણી બધી કોશિશ પણ કરી હતી. પરંતુ થોડા સમય પછી પ્રેમિકા ની સગાઈ કોઈ બીજી જગ્યાએ કરી હોવાની પણ વિગતો સામે આવી છે.

પોલીસે વધુ માહિતી જણાવી હતી કે, યુવક અને યુવતી બંને એક જ મોહલ્લા ની અંદર રહેતા હતા, તેમજ એક વર્ષ પહેલાં પણ બન્નેની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, સમય જતાંની સાથે આ પ્રેમ સંબંધ ગાઢ બન્યો હતો. તેમણે કોઈ કારણોસર નુગર બાયપાસ ની પાસે આવેલા એક ઝાડની ઉપર અલગ-અલગ દુપટ્ટા વડે ગળાફાસો ખાઈ ને પોતાની આપઘાત કરતા હવે ગામની અંદર ભારે દોડધામ મચી ગઇ છે.

આ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારના લોકોને થતાં બંને પરિવારમાં માતમ છવાઇ ગયો છે. મળતી માહિતી પ્રમાણે આ છોકરો રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતો, તેમજ પરિવારના સભ્યો સુઈ ગયા પછી આ બંને પ્રેમી પંખીડાઓએ આવું પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી હતી. તેમજ પોલીસને સવારમાં જાણકારી મળતાની સાથે જ તેમણે આગળની કાર્યવાહી માટે તાત્કાલિક ઘટનાસ્થળે હાજર થયા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275