પુષ્પાનું ગુજરાતી પછી શ્રી વલ્લીનું ઇંગ્લિશ વરઝ્ન આ ભૂરીએ ગાયું, વિડિઓ જોઈને તમે કહેશો…

પુષ્પા મુવી ને આટલો સમય થઈ ગયો છતાંય લોકો માંથી તેનો ક્રેઝ જરા પણ ઓછો થયો નથી આજે પણ સોશિઅલ મીડિયા પર પુષ્પા મુવી ના ડાઈલોગ સીન અને ગીતો ધૂમ મચાવી રહ્યા છે નાના થી લઇ ને મોટા સુધી અને સામાન્ય લોકો થી લઇ મોટા સ્ટાર કોઈ પણ ના મોઢે હજી પુષ્પા નું શ્રી વલ્લી ગીત સાંભળવા મળે છે તાજેતર માં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વિરાટ કોહલી પુષ્પા ના સ્ટેપ કરતો જોવા મળ્યો હતો
તેમજ ડેવિડ વોર્નર અને આપણા ગુજરાત ના રવિન્દ્ર જાડેજા બાપુ ઉપર પણ પુષ્પા નો રંગ ચડ્યો હતો હાલ સોશિઅલ મીડિયા ઉપર પુષ્પા ના શ્રીવલ્લી નું ઇંગ્લિશ વરઝ્ન ઝડપ થી વાયરલ થતું જોવા મળે છે
કમ્પોઝર Devisri Prasadએ આ શાનદાર વીડીયોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. શ્રીવલ્લીનું આ ઇંગ્લિશ વર્ઝન Emma Heesters દ્વારા ગવાયું છે.Emma Heestersએ હાલમાં જ યૂટ્યુબ પર આ વીડિયો રિલીઝ કર્યો હતો, જે ટૂંકસમયમાં જ મશહૂર બની ગયો. Emma આ ગીતને ભારતીય ટ્યુન્સમાં ઇંગ્લિશ બોલને સુંદરતાથી ઢાળવા બદ્દલ વખાણાઇ છે.
Emma Heesters દ્વારા ગવાયેલ શ્રીવલ્લીના આ ઇંગ્લિશ વર્ઝને માત્ર ભારતીયોનું જ નહિ પરંતુ વિદેશીઓનું દિલ પણ જીતી લીધું છે. Emma એક ડચ વોકલિસ્ટ છે, જેમણે પોતે જ શ્રીવલ્લીનું ઇંગ્લિશ વર્ઝન લખ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેના પર વખાણનો વરસાદ કર્યો છે.
તેણે શ્રીવલ્લીને માત્ર ઇંગ્લિશ ટચ જ નથી આપ્યો પરંતુ તેલુગુ ઢાળમાં સુંદર રીતે ગીતને કમ્પોઝ કર્યું છે. ઘણા લોકો તો તેને ‘ઉ અંટવા’ ગીત પણ કમ્પોઝ કરવા કહી રહ્યા છે, જે પણ ખૂબ જ મશહૂર છે. શ્રીવલ્લી પહેલા Emmaએ બીજલી બીજલી, રાતા લામ્બીયાન તથા રાંજા જેવા ગીતો પર પણ પોતાનો હાથ અજમાવી ચુકી છે.