રાજકોટથી પકડાયેલા ISI એજન્ટે કર્યા મોટા ખુલાસા, બે વર્ષથી ATS એ…

સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. જેમાં ISI એજન્ટ તરીકે પકડાયેલા તસ્લીમની શોધખોળ કરવામાં આવી હતી. તથા રેલવે સ્ટેશન, જંક્શન વિસ્તારમાં પોલીસે ધામા નાખ્યા હતા. જેમાં 2016માં હરિયાણા ATSએ તસ્લીમને પકડ્યો હતો. તેમાં 4 વર્ષ બાદ ફરીથી રાજકોટમાં દેખાતા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. અને તેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ ISI એજન્ટ રાજકોટમાં બે વર્ષથી રહેતો હતો.
દૂરબીન, નક્શા સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ: ISI એજન્ટ તરીકે પકડાયેલો વ્યક્તિ રાજકોટમાં જોવા મળ્યો છે. જેમાં તે રાજકોટ જંક્શનમાં ભિક્ષૂક જેવી જિંદગી વિતાવે છે. તેમજ 2016માં હરિયાણા ATSએ તેની ધરપકડ કરી હતી. જેમાં અંબાલા આર્મી કેમ્પ પાસેથી ધરપકડ કરાઈ હતી. ત્યારે દૂરબીન, નક્શા સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ હતી.
શહેરમાં ISI એજન્ટ ફરી પરત આવતા ફફડાટ: ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ISI એજન્ટ હરિયાણાના વકીલને મળવા ગયો હતો. જેમાં 4 વર્ષના જેલવાસ બાદ ફરી રાજકોટમાં આવ્યો છે. તે અંબાલા આર્મી કેમ્પ પાસેથી 2016માં પકડાયો હતો. રાજકોટના મુકબધીરને હરિયાણા ATSએ ISI એજન્ટ હોવાનો દાવો કર્યો છે. જેમાં તે ફરી રાજકોટમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તેમાં રાજકોટના જંક્શન વિસ્તારમાં ISI એજન્ટ ફરી પરત આવતા ફફડાટ જોવા મળ્યો છે.
દૂરબીન નકશા સહિતનું સાહિત્ય મળ્યાનું ATSએ જાહેર કર્યું: ISI એજન્ટને 2016માં ATS ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે રાજકોટમાંથી તેની ધરપકડ કરાયેલા ISI એજન્ટ તાસ્લિમ નામ જણાવી રહ્યો છે. જેમાં 2016માં હરિયાણા ATSએ અંબાલા આર્મી કેમ્પ પાસેથી ધરપકડ કરી હતી. તેમાં 2016 માં તેની પાસેથી દૂરબીન નકશા સહિતનું સાહિત્ય મળ્યાનું ATS દ્વારા જાહેર કર્યું હતું.