પોલીસનું મોટું ઓપરેશન, 23 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપીને જંગલમાંથી ફિલ્મી ઢબે ઝડપ્યો, જાણો પોલીસે કેવી રેતે પાડ્યો મોટો ખેલ…

પોલીસનું મોટું ઓપરેશન, 23 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપીને જંગલમાંથી ફિલ્મી ઢબે ઝડપ્યો, જાણો પોલીસે કેવી રેતે પાડ્યો મોટો ખેલ…

દિવસે ને દિવસે ગુજરાત રાજ્યમાં ક્રાઇમ ઘટવાને બદલે વધતો જાય છે, ત્યારે છોટા ઉદેપુર તેમજ અન્ય જિલ્લાઓમાં લૂંટ, ધાડ, આર્મ્સ, મારા મારી, ઈંગ્લીશ દારૂ જેવા 23 ગંભીર ગુનાઓમાં વર્ષોથી વોન્ટેડ કુખ્યાત આરોપી સૂરેશ રાઠવાને જિલ્લા SOG પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લા SOG પોલીસ દ્વારા છોટા ઉદેપુર તેમજ અન્ય જિલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી સુરેશ ઉર્ફે સૂરિયો કાળુભાઇ રાઠાવાને ફિલ્મી ઢબે છોટા ઉદેપુરના મીઠીબોર ગામના જંગલમાંથી ઝડપી પાડ્યો છે. જિલ્લા છોટા ઉદેપુર જીલ્લા પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે સ્થાનિક ટ્રેડીશનલ પહેરવેશ પહેરીને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે મીઠી બોર ગામના જંગલમાં સુરેશ ઉર્ફે સૂરિયો રાઠવા ફરે છે જે આધારે પોલીસે મીઠીબોરના જંગલમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે જંગલમાંથી ફિલ્મી ઢબે સૂરિયા રાઠવાને એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરેશ ઉર્ફે સુરિયો રાઠવાએ અગાઉ પણ કેટલીક વખત એકલ દોકલ પોલીસ પકડવા જાય ત્યારે પોલીસ પર પણ હુમલા કરેલ છે, ત્યારે સુરેશ ઉર્ફે સૂરિયો રાઠવા ગંભીર ગુનાઓમાં કેટલાક સમયથી વોન્ટેડ હતો. જેને પકડવા માટે પોલીસ દ્વારા ટ્રેડિશનલ આદિવાસી પહેરવેશ પહેરીને તેને પકડવા જતા તે જંગલમાં ભાગતા પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.