કેસર કેરીના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર, આ વખતે 10 કિલો કેરીના ભાવમાં થયો આટલો વધારો…

કેસર કેરીના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર, આ વખતે 10 કિલો કેરીના ભાવમાં થયો આટલો વધારો…

મેંદરડાના માલણકા પંથકની કેરી બજારમાં આવી છે. પ્રથમ દિવસે 62 બોક્સ હરાજી થઈ છે. વાવાઝોડા અને માવઠાના પગલે કેરીના ભાવમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. ફળોની રાણી કેસર કેરી નું મોડું અને મોંઘવારીમાં થવાનું છે. પરંતુ અમુક વિસ્તારોમાં પાક વહેલો તૈયાર થતાં આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે.

જેમાં 10 કિલોના ભાવ 1000 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી બોલાયા હતા. ઉનાળાની શરૂઆત થતાં જ કેસર કેરીની સીઝન પણ શરૂ થઈ જતી હોય છે.

પરંતુ આ વર્ષે વાવાઝોડું અને ખરાબ હવામાનને લીધે મોટા ભાગની કેસર કેરીનો પાક મોડો તથા ઓછો ઉતરશે, અને તે બજારમાં આવશે ત્યારે તેના ભાવ પણ આસમાને હશે.

જૂનાગઢના માર્કેટયાર્ડમાં મેંદરડાના માણ ગામ ખાતે કેસર કેરીના 62 બોકસ હરાજી માટે મૂક્યા હતા. સિઝનની પ્રથમ કેસર કેરી હરાજીના વેપારીએ જોઈએ તેટલો રસ દાખવ્યો નહોતો.

તેમ છતાં 10 કિલો બોક્સ ના ભાવ એક હજાર રૂપિયાથી લઈને 1600 રૂપિયા ઉપજ્યા હતા. આ રીતે કેરી સામાન્ય પદ્ધતિથી પાકે તેમ ન હોય જેથી વેપારીઓએ રસ દાખવ્યો નહોતો.

બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ડુંગરાળ વિસ્તાર ની આગોતરા પાકની કેસર કેરીનું આગમન થશે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થયેલું જોવા મળી રહ્યું છે.

તેથી કેરીના ભાવ ઊંચા બોલાશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેરીના પ્રથમ દિવસે રાજ્યમાં ભાગ 325 રૂપિયા કિલો જોવા મળી રહ્યા હતા ઉત્પાદન ઓછું થવાથી વેપારીઓ ભાવ ખૂબ વધારે બોલી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.