યુક્રેનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થીની બોલી- ડિગ્રી લઈને આવીશ અથવા તો મરીને આવીશ…

યુક્રેનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થીની બોલી- ડિગ્રી લઈને આવીશ અથવા તો મરીને આવીશ…

યુક્રેન અને રશિયાની વચ્ચે શરૂ થયેલા યુદ્ધે દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં દહેશત ફેલાવી દીધી છે. યુક્રેન પર રશિયાના હુમલાની આંચ યુપી સુધી પહોંચી છે. યુક્રેન અને રશિયાની વચ્ચે છેડાયેલા યુદ્ધને પગલે પ્રદેશના ઘણા વિદ્યાર્થી-વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં બે દીકરીઓ હરદોઈની પણ છે. બંને યુક્રેનમાં ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે ગઈ હતી. રશિયા-યુક્રેનની વચ્ચે જંગ છેડાતા જ બંને પરિવારોના માથે આફત આવી ગઈ. યુક્રેન અને રશિયાના યુદ્ધને જોતા પરિવારજનોએ બંને સાથે ફોન પર વાતચીત કરી તો દીકરીઓએ કહ્યું કે, ભયાનક માહોલ છે. દીકરીઓની સુરક્ષાને લઈને બંને પરિવારોમાં ચિંતા વધી ગઈ છે.

ઉત્તર પ્રદેશના મહેન્દ્ર સિંહ યાદની દીકરી વૈશાલી યાદવ હાલ યુક્રેનમાં ફસાઈ છે. મહેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેમની દીકરી નાનપણથી જ ડૉક્ટર બનવા માગતી હતી. આથી, MBBSનો અભ્યાસ કરવા માટે ત્રણ વર્ષ પહેલા યુક્રેન ગઈ હતી. હાલ યુદ્ધના કારણે તે ત્યાં ફસાઈ ગઈ છે. પરિવારજનોએ જણાવ્યું કે, 23 ફેબ્રુઆરીએ યુક્રેનથી પાછા આવવા ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી પરંતુ તમામ ફ્લાઈટ રદ્દ થવાના કારણે તે ના આવી શકી. પરિવારજનોની દીકરી સાથે ફોન પર વાતચીત થઈ રહી છે.

મહેન્દ્ર યાદવે જણાવ્યું કે, તેમની ચાર દીકરી અને એક દીકરો છે. યુક્રેનમાં MBBS કરી રહેલી વૈશાલી યાદવ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. બીજા નંબરની દીકરી મુસ્કાન બનારસમાં MBBS કરી રહી છે. દીકરો કાર્તિકેય યાદવ દિલ્હી પબ્લિક સ્કૂલ લખનૌમાં અભ્યાસ કરી રહ્યો છે. વૈશાલી યાદવ સપ્ટેમ્બર 2021માં યુક્રેન ગઈ હતી. ત્યાંની ઈવાનો ફ્રૈંકિવ્સ્ક રાષ્ટ્રીય ચિકિત્સા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.

મહેન્દ્ર યાદલે જણાવ્યું કે, યુનિવર્સિટીથી સાત કિમી દૂર મિલેટ્રી કેમ્પ છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ તે રહે છે. ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે પરિવારજનો સાથે વાત થઈ છે. તેમા વૈશાલીએ જણાવ્યું કે, સતત બોમ્બમારો થઈ રહ્યો છે. બધા લોકો સંતાયેલા છે. અહીં ચારેબાજુએ ડરનો માહોલ છે. કોઈપણ રૂમમાંથી બહાર નથી નીકળી રહ્યું. હૂટર તેમજ સાયરનોના અવાજો ગૂંજી રહ્યા છે. નેટવર્કની પ્રોબ્લેમના કારણે વાતચીતમાં મુશ્કેલી આવી રહી છે. અમારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરી રહ્યા છીએ કે આ મામલામાં હસ્તક્ષેપ કરે. તેમની દીકરીને સકુશળ પાછી લાવે.

હરદોઈના રેલવેગંજમાં રહેતા ડૉક્ટર ડીપી સિંહની દીકરી અપેક્ષા સિંહ યુક્રેનના ખરકી શહેરમાં નેશનલ ખરકી યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. અપેક્ષા સિંહના પિતા ડૉ. ડીપી સિંહે જણાવ્યું કે, ઓગસ્ટ 2016માં તેમણે દીકરીનું એડમિશન યુક્રેનની નેશનલ ખરકી યુનિવર્સિટીમાં કરાવ્યું હતું. અપેક્ષાએ ઈન્ટરમીડિએટ હરદોઈની સેન્ટ ઝેવિયર્સ ઈન્ટર કોલેજમાંથી કર્યું, ત્યારબાદ તેણે યુક્રેનમાં એડમિશન લીધુ, ત્યારથી તે ત્યાં જ છે. અપેક્ષાએ ફોન પર જણાવ્યું, હવે થોડો જ સમય રહી ગયો છે ડિગ્રી મળવામાં. એવામાં તે ડિગ્રી લઈને જ પાછી આવશે. ડૉ. ડીપી સિંહે જણાવ્યું કે, તેમની દીકરીએ કહ્યું ક્યાં તો તે ડિગ્રી લઈને આવશે અથવા તો પછી મરીને આવશે. હાલ પાછા આવવાનો મતલબ છે ડિગ્રી છોડી દેવી. તેમની દીકરી સકુશળ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.