ખાવાના શોખીનો સાવધાન, આ રેસ્ટોરન્ટમાં 30 વર્ષથી ટોયલેટમાં ભોજન અને નાસ્તો બનાવીને વેચાતું હતું, જુઓ ભાંડો ફૂટતા થયું એવું કે જાણીને તમે હચમચી જશો…

ખાવાના શોખીનો સાવધાન, આ રેસ્ટોરન્ટમાં 30 વર્ષથી ટોયલેટમાં ભોજન અને નાસ્તો બનાવીને વેચાતું હતું, જુઓ ભાંડો ફૂટતા થયું એવું કે જાણીને તમે હચમચી જશો…

આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ‘કાગડા બધે કાળાં હોય છે’. ભારતમાં છાશવારે બાથરૂમ કે ટોઈલેટમાં ખાવાનું બનતું હોય તેવા અનેક કિસ્સા બહાર આવતા હોય છે. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ તેમ છતાં લોકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી. સાઉદી અરેબિયામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં હાયજિનની કથળેલી સ્થિતિ દેશની શાખને અસર કરી રહી છે.

સાઉદી અરેબિયામાંથી એક એવી રેસ્ટોરન્ટ ઝડપાઈ છે જેણા વિશે સાંભળીને તમે ઉબકા ચઢશે. જેમાં ટોઈલેટમાં સમોસા સહિતનો નાસ્તો બનાવવામાં આવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા 30 વર્ષથી આ રેસ્ટોરન્ટના ટોઈલેટમાં નાસ્તો બની રહ્યો છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને માહિતી મળતા તેમણે આવાસીય બિલ્ડિંગમાં સ્થિત આ રેસ્ટોરન્ટ પર રેડ કરી હતી.

અહેવાલ અનુસાર કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં એક રેસ્ટોરન્ટ 30 વર્ષથી ટોયલેટમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવતા હતા. જેદ્દાહ નગરપાલિકાએ રહેણાંક મકાનમાં એક રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની માહિતી મળ્યા બાદ દરોડો પાડ્યો હતો. જેના વોશરૂમમાં નાસ્તો અને ભોજન બનાવવામાં આવતું હતું. અંતે સત્તાધીશોએ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધી છે.

રેસ્ટોરન્ટ આ વોશરૂમ્સમાં નાસ્તો, જમવાનું વગેરે બનાવતી હતી. આનાથી પણ ખરાબ વાત એ હતી કે માંસ અને ચીઝ પર ખાવાપીવાની વસ્તુઓ, જંતુઓ અને કેટરપિલર મળી આવ્યા હતા. કેટલાક માલનો ઉપયોગ બે વર્ષ જૂનો થતો હતો. સાઉદી અરેબિયાના કડક કાયદા હેઠળ હવે કાર્યવાહી થઈ રહી છે. દરોડા બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારના કાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

અહીંના કર્મચારીઓ પાસે હેલ્થ કાર્ડ ન હતું. રેસ્ટોરન્ટ દ્વારા રહેઠાણના કાયદાનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. આ કારણે રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયાને ટાંકીને આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, સાઉદી અરેબિયાના સત્તાવાળાઓએ તાજેતરમાં જેદ્દાહ શહેરમાં સ્થિત એક રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી. હકીકતમાં તપાસ દરમિયાન તેને ખબર પડી કે લગભગ 30 વર્ષથી રેસ્ટોરન્ટના રેસ્ટરૂમમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવવામાં આવે છે. ત્યાં કામ કરતા કામદારો પાસે કોઈ હેલ્થ કાર્ડ પણ નહોતું અને તેઓ રહેઠાણના કાયદાનું ઉલ્લંઘન કરતા હતા.

આ સિવાય મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જોયું કે જેદ્દાહની આ રેસ્ટોરન્ટમાં બે વર્ષ જુના માંસ અને ચીઝનો ઉપયોગ થતો હતો. તાત્કાલિક ધોરણે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે 30 વર્ષથી ચાલી રહેલી આ રેસ્ટોરન્ટના કર્મચારીઓ પાસે કોઈ હેલ્થ કાર્ડ નથી અને તેઓ અહીં સ્પષ્ટપણે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, રેસ્ટોરન્ટ વોશરૂમમાં નાસ્તો અને ભોજન પણ બનાવતી હતી. આ ઉપરાંત જેદ્દાહ નગરપાલિકાના અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે રેસ્ટોરન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક માંસ અને પનીર જેવી ખાદ્ય ચીજવસ્તુઓની સમયસીમા બે વર્ષ પહેલા પૂરી થઈ ગઈ હતી.

એટલું જ નહીં અધિકારીઓએ ત્યાં કીડા અને ઉંદરો પણ જોયા. પાલિકાએ આ વિશે કહ્યું છે કે તેણે અનેક ગેરકાયદેસર રેસ્ટોરાંને સીલ કરી દીધા છે અને એક ટનથી વધુ ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નાશ કર્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં જેદ્દાહમાં એક પ્રખ્યાત શવર્મા રેસ્ટોરન્ટ પણ બંધ કરવામાં આવી હતી કારણ કે ઉંદરો અહીં-ત્યાં ભટકતા જોવા મળ્યા હતા.

ગુસ્સે ભરાયેલા સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. તેઓએ રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ સાઉદીના અધિકારીઓએ કહ્યું છે કે હવે સતત દરોડા પાડીને રેસ્ટોરન્ટ વગેરેની માહિતી લેવામાં આવી રહી છે. નિરીક્ષણ માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. પાલિકાના જણાવ્યા મુજબ દરોડા અને ત્વરિત કાર્યવાહી વચ્ચે 43 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી અને 26ને બંધ કરી દેવામાં આવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.