ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા વાંચી લો નહિતર પસ્તાશો, નીતિન ગડકરીની મોટી જાહેરાત…

ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા વાંચી લો નહિતર પસ્તાશો, નીતિન ગડકરીની મોટી જાહેરાત…

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે અને હાલમાં ઇલેક્ટ્રિક વાહનોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

પરંતુ ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઊંચી હોવાને કારણે લોકો હાલમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આવનારા બે વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટી જશે અને પેટ્રોલ ગાડીઓની કિંમતની બરાબર થઈ જશે એટલે વાહનો ખરીદવામાં ઉતાવળ ન કરવી.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સરકાર ઈવી ચાર્જિંગ સુવિધાઓનો વિસ્તાર વધારવાનું કામ કરી રહી છે અને વર્ષ 2023 સુધી હાઈવે ઉપર 600 ઈવી ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરી રહ્યા છીએ.

2 વર્ષની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત એ સ્તર પર આવી જશે જે તેના પેટ્રોલ વેરિએન્ટ બરાબર હશે.

ભારતમાં 250 Startup કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો ઉપર કામ કરી રહી છે જેના કારણે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટશે.

ઇલેક્ટ્રિક વાહનો ઉપર જીએસટી માત્ર 5% છે અને લિથિયમ આયર્ન બેટરીનો ખર્ચ પણ ઘટી રહ્યો છે.

ગડકરીએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોમાં પ્રતિ કિલોમીટરનો ખર્ચ ઓછો હોવાને કારણે ખૂબ વેચાણ થઈ રહ્યું છે.

પેટ્રોલથી ચાલતી કાર પ્રતિ કિલોમીટર 10 રૂપિયામાં ચાલે છે જ્યારે ડીઝલથી ચાલતી કાર પ્રતિ કિલોમીટર 7 રૂપિયામાં ચાલે છે અને ઇલેક્ટ્રિક વાહન ફક્ત 1 રૂપિયામાં એક કિલોમીટર ચાલે છે.

પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઇથેનોલ અને સીએનજી જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર જોર આપ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.