માં-બાપનો પ્રેમ અને સંસ્કાર ન મળતા દાનવ બન્યો દીકરો, જુઓ નય જેવી બાબતમાં પોતાના જ માતા-પિતા સાથે કર્યું એવું કૃત્ય કે જાણીને તમારું લોહી ઉકળશે

માં-બાપનો પ્રેમ અને સંસ્કાર ન મળતા દાનવ બન્યો દીકરો, જુઓ નય જેવી બાબતમાં પોતાના જ માતા-પિતા સાથે કર્યું એવું કૃત્ય કે જાણીને તમારું લોહી ઉકળશે

અવારનવાર હત્યાના કેસો સામે આવતા રહેતા હોય છે. ત્યારે હાલમાં જ છત્તીસગઢના સુરગુજા જિલ્લાના ઉદયપુર પોલીસ સ્ટેશન હેઠળના ખોધાલા ગામમાં ડબલ મર્ડરનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગીર પુત્રએ તેના જ માતા-પિતાની હત્યા કરી લાશને ઘરમાં જ દાટી દીધી હતી.

પરિવારના સભ્યો લાડ-પ્યાર કરતા નહોતા: હાલ તો ઉદેપુર પોલીસે સગીર પુત્રને કસ્ટડીમાં લીધો છે. પૂછપરછ દરમિયાન, સગીરે જણાવ્યું હતું કે પરિવારના સભ્યો તેને પ્રેમ નહોતા કરતા, જેના કારણે સગીર તેના માતા-પિતા સાથે ખૂબ જ ચીડચીડો રહેતો હતો. તેથી જ સગીરે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતકનું નામ જયરામ સિંહ (50) વર્ષ અને ફુલસુંદરી બાઈ (45) જણાવવામાં આવી રહ્યું છે.

જમીન ખોદીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા: હત્યાના લગભગ 5 દિવસ પછી મૃતકના ભાઈએ ઉદયપુર પોલીસ સ્ટેશનને જાણ કરી, ત્યારબાદ ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. 5 દિવસ પહેલા મૃતદેહને દફનાવવામાં આવ્યો હોવાના કારણે ફોરેન્સિક એક્સપર્ટ અને મેજિસ્ટ્રેટની ટીમ ઉદયપુર પહોંચ્યા બાદ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી બાદ સગીરના માતા-પિતાનો મૃતદેહ જમીન ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો.

હત્યાકાંડના કારણે ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું: મૃતકોના મૃતદેહને ફોરેન્સિક નિષ્ણાત ટીમ અને મેજિસ્ટ્રેટની સામે બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. આ હત્યાકાંડ બાદ ઘોઘાળા ગામમાં હાહાકાર મચી ગયો હતો. તેમજ એક સાથે બે લોકોના મોતથી ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.