સુરતમાં વિધર્મીઓને મકાન કે દુકાન ના આપવા માટે લાગ્યા બેનરો, જાણો તેની પાછળનું કારણ…

સુરતમાં વિધર્મીઓને મકાન કે દુકાન ના આપવા માટે લાગ્યા બેનરો, જાણો તેની પાછળનું કારણ…

સુરત શહેરના વરાછા વિસ્તારમાં વિધર્મી લોકોને વસવાટ તેમજ વ્યવસાય માટે કોઈએ મકાનો ના આપવા માટેના અપીલ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. આ પ્રકારના બેનરો લગાવવા બદલ એવુ કારણ જણાવવામાં આવ્યું છે કે, યુવતીઓને વિધર્મી લોકો ભગાડી જવાની ઘટનાઓ બનતા બેનરો લગાવ્યા છે. જોકે બીજા રાજ્યમાંથી અહીં આવીને પોતાની ઓળખ છુપાવીને વસવાટ કરતા લોકોથી સાવધાન રહેવાની અપીલ કરવામાં છે.

જો કે, છેલ્લા કેટલાક સમયથી બની રહેલ ઘટનાઓને લઈને બેનરો લગાવવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી છે. જે દુકાન કે મકાનમાં આ પ્રકારના લોકો વસવાટ કરતા હોય તેમને તાત્કાલિક અસરથી મકાન ખાલી કરાવા માટે અપીલ કરવામાં આવી છે. પરંતુ આ મામલે સોસાયટીના પ્રમુખ તેમજ સિસાયટીના રહીશો પણ આ મામલથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે. અને વિચારમાં પડી ગયા છે કે સાવધાન રહો લખેલા બેનરો અહીંયા કેમ લગાડલવવામાં આવ્યા છે.

સુરત શહેરના વરાછા વિસ્તારની સોસાયટીના દરવાજા પાસે લગાવેલ બેનરમાં લખ્યું છે કે, સોસાયટીમાં રહેતા તમામ રહીશો જણાવવામાં આવે છે કે કોઈ પણ વિધર્મી લોકો આપણા વિસ્તારમાં રહેવા કે વેપાર-ધંધો કરવા અર્થે ભાડેથી મકાન કે પછી દુકાન માંગે તો તેમને ભાડે આપવી નહી. આપણી બહેન દીકરીઓની આ વિધર્મીઓ સાથે સલામતી નથી. વધુમાં એવું લખવામાં આવ્યું છે કે, વિધર્મીઓ હિન્દૂ દીકરીઓને લવ જેહાદ કરીને ભગાડી જાય છે.

આ તમામ વિધર્મીઓ બીજા રાજ્યમાંથી હત્યા,બળાત્કાર અને લૂંટ જેવા ગુનાઓ કરીને ત્યાંથી તડીપાર થઈને અહીં આવીને કામધંધો કરવા પોતાની ઓળખ છુપાવીને રહેતા હોય છે. સોસાયટીમાંથી જો કોઈપણ રહીશોએ આવા વિધર્મીઓને પોતાના મકાન કે દુકાન ભાડેથી આપી હોય તો તાત્કાલીક ખાલી કરાવે નહીં તો જ્યારે કોઇ ખરાબ બનાવ બનશે તો તેમની સંપત્તિને નુકશાન માટેની જવાબદારી તેમની પોતાની જ રહેશે.

તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયથી ખરાબ બનાવો બની રહ્યા છે. સોસાયટીમાં આ નિર્ણય બધાની ઈચ્છાથી લેવાયેલા છે.. જોકે અગાઉ પણ આવા બેનર અહીં લાગતા હતા પરંતુ ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યા પછી જે પ્રકારે આ બેનરો લાગ્યા છે તેને લઈને હવે ફરી વિવાદ વધી રહ્યો હોય તેવુ દેખાઈ રહ્યું છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આવા બેનર લાગતા અનેક તર્ક-વિતર્કો લોકો કરી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.