હીરાના ઉદ્યોગ માટે માઠા સમાચાર, રત્નકલાકારો માટે આવનારો સમય ખુબ જ કઠિન આવશે, જુઓ અમેરિકાના આ નિર્ણયથી આવનારી પરિસ્થિતિ વધુ કથળી બનશે…

હીરાના ઉદ્યોગ માટે માઠા સમાચાર, રત્નકલાકારો માટે આવનારો સમય ખુબ જ કઠિન આવશે, જુઓ અમેરિકાના આ નિર્ણયથી આવનારી પરિસ્થિતિ વધુ કથળી બનશે…

કોરોના બાદ માંડ માંડ પાટા પર ચઢેલાં હીરા ઉદ્યોગની પરિસ્થિતિ ફરીથી કથળી ઉઠી છે. ડાયમંડ ઉદ્યોગને રફ સપ્લાય કરનારી સૌથી મોટી અલરોઝા કંપની પણ અમેરિકાએ પ્રતિબંધ મુક્તા રત્નકલાકારોમાં બેકારીનું પ્રમાણ વધશે. આ સાથે હીરા ઉદ્યોગ કંપનીએ બે કલાક કામના ઓછા કરી શનિ અને રવિવારની રજા જાહેર કરી છે તો કેટલાક હીરાના કારખાનાઓએ મીની વેકેશન આપવાનું નક્કી કર્યું છે.

સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર દેશ સહિત વિશ્વમાં પ્રખ્યાત છે. દુનિયાના 10 ડાયમંડ પૈકી નવ સુરતમાં તૈયાર થાય છે ત્યારે કોરોનામાં સુરતનો હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. જોકે ત્યાર બાદ પરિસ્થિતિ સુધરતા હીરા ઉદ્યોગ પાટે ચડ્યો હતો. જો કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ સૌથી મોટી રફ સપ્લાય કરનારી અલરોઝા કંપની પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જેને કારણે રફની ડીમાનડ સૌથી મોટી ઉભી થઇ છે. સુરતના હીરા ઉદ્યોગમાં રફની અછતના કારણે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ કથળી છે હાલ જે રીતે રફની અછત વર્તાઈ રહી છે જેને ધ્યાનમાં લઇને હીરાના માલિકો દ્વારા કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. રત્ન કલાકારો પાસેથી આઠ કલાક કામ લેવાના બદલે ફક્ત છ કલાક કામ લઇ રહ્યા છે સાથોસાથ શનિ અને રવિ બન્ને દિવસોએ રજા જાહેર કરી છે.

તો બીજી તરફ જોવા જઈએ તો કેટલાક કારખાનેદારોએ તો મીની વેકેશન આપવાની જાહેરાત પણ કરી દીધી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આવનારો સમય ખૂબ જ વિકટ બનશે, જેને કારણે રત્ન કલાકારોએ પોતાની જે બચત છે તે બચાવી રાખવા માટે જણાવ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.