બાઈક ધીમું ચલાવવાનું કહેતાં બબાલ થઈ, સમાધાન માટે વચ્ચે વડીલ આવ્યા, તો ગુસ્સો કાબુમાં ન રેતા…

બાઈક ધીમું ચલાવવાનું કહેતાં બબાલ થઈ, સમાધાન માટે વચ્ચે વડીલ આવ્યા, તો ગુસ્સો કાબુમાં ન રેતા…

માનવ જાતિ એ લોકો વચ્ચે અને જાહેરમાં જીવન જીવનારી પ્રજાતિ છે એમને સમાજના દરેક વ્યક્તિ સાથે કદમે કદમ મિલાવી આગળ વધવાનું હોય છે અને દરરોજ સવાર પડતાની સાથે અનેક લોકો સાથે આપણે જોડાયેલા જ હોઈ એ છીએ કોઈ આપણા માટે તો આપણે કોઈ માટે પરસ્પર જોડાયેલા જ છીએ આવામાં દરેક ને હકારમકતા ની ખાસ જરૂર પડતી હોય છે,
પરંતુ આપણી જ વચ્ચે વસતા અમુક જુજ માત્ર ધરાવતા લોકો જેઓ હંમેશા સમાજ ને હેરાન અને પરેશાન કરવા માંથી જ ઉંચા આવતા હોતા નથી સ્વાર્થી પ્રવુતિઓ અને કોઈ ચોક્કસ કામ-ધંધા ના અભાવે અનેક લોકો જેઓ વ્યવસ્થિત પોતાનું જીવન જીવી રહ્યા છે એવા લોકો ને કહું જ નડતર રૂપ થતા જ હોય છે જે ખરેખર સમાજ માં કલંક રૂપ જ ઘણી શકાય.

આવામાં કયારેક કોઈ વચ્ચે અણબનાવ બને તો સમાજ માં જ વસતા અમુક સજ્જન લોકો તે જોઈ શકતા હોતા નથી તેથી તેઓ તેમને જરૂર અટકાવતા જ હોય છે પરંતુ નરાધમ હીનવૃત્તિ ધરાવતા લોકો આવા સમયે કોઈની વાત માનવ માટે ત્યાર હોતા નથી પોતાની જ વાત પર જ અડગ રહેતા હોય છે ને અંતે કોઈ ખરાબ પગલું પણ હાથમાં લેતા હોય છે.
ચાણસ્મા તાલુકાના ખોરસમ ખાતે રવિવારે રાત્રે 8 વાગ્યાના સુમારે ગામનાં મેઈન ચોકમાં વિધર્મી યુવક પુર ઝડપે બાઈક લઈ નીકળતા ગામના વડીલો દ્વારા બાઈક ધીમે ચાલાવવા માટે ઠપકો આપતા યુવકે કેળમાં રહેલ છરીનો ધા મારી આધેડની હત્યા કરતા ચકચાર મચી છે.

ખોરસમ ગામના બસ સ્ટેશન નજીક મેઈન ચોકમાં સહેજાદખાન રહેમાનખાન સિપાઈ બાઈક પૂરઝડપે હંકારતા ચોકમાં ઉભેલા કુંદનભાઈ પટેલે બાઈક ધીમે ચલાવ છોકરા રમતા હોય છે, તેમને વાગી જશે એવો ઠપકો આપતા ચોકમાં ઉભેલા ગામના લોકો દ્વારા સહેજાદખાનના પિતા રહેમાનખાન સરવરખાન સિપાહીને બોલાવી ઠપકો આપતા મામલો ગરમાયો હતો.
આ બાબતનું મનદુઃખ રાખી સહેજાદખાને ઘરે જઈ કેડમાં ભરાવીને લાવેલી છરી વડે ટોળામાં ઉભેલા આધેડ ભુદરભાઈ થોભનદાસને પેટમાં છરી મારતાં ભુદરભાઈ સ્થળ પર જ ઢળી પડયા હતા. તેઓને તાત્કાલીક સારવાર અર્થે ચાણસ્મા રેફરલ ખાતે લઈ જવાતાં તબીબે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મૃતક ભુદરભાઈ થોભનદાસને ખોરસમ ગામના ચોકમાં દુકાન હોવાથી ચોકમાં ચાલી રહેલ બબાલનો અવાજ સાંભળી બહાર આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ સમાધાન કરાવી રહ્યાં હતા તેવા સમયે સહેજાદખાન છરી લઈને આવ્યો અને ભુદરભાઈને છરી મારતાં મોત નીપજયું હતું. પોલીસે સહેજાદખાન સિપાહી અને તેના પિતા રહેમાનખાન સિપાહીની અટકાયત કરી હતી.
બંને બાપ-દીકરાનો ગામમાં ભારે ત્રાસ આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આરોપી સહેજાદખાનના પિતા રહેમાનખાન દ્વારા અગાઉ પણ ઝગડા કરાયેલા છે. ગામાં બાપ-દીકરાનો ત્રાસ છે. દારૂપીને મનફાવે તેમ વાહનો ચલાવી રહ્યાં છે. ઠપકો આપતા ઝગડા કરવા આવી જાય છે. જેથી બન્ને સામે કાર્યવાહી કરવામાં આવે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.